તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 20th June 2025
આત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રનઃ રૂડા ક્વાર્ટરના વૃધ્ધ શૈલેન્દ્રભાઇ ત્રિવેદીનું મોત

રાજકોટ તા. ૨૦: શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રનના બનાવમાં રૂડા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં વૃધ્ધનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ રૂ૯ા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં શૈલેન્દ્રભાઇ ચંદ્રશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૭૫) નામના વૃધ્ધ ૧૪મીએ ટુવ્હીલર હંકારીને જતાં હતાં ત્યારે આત્મીય કોલેજ પાસે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. આજે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
શૈલેન્દ્રભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે જે મુંબઇ રહે છે. પોતે અહિ એકલા રહેતા હતાં અને સ્ટીલ ફેક્ટરીમાં સ્ટોરકીપર તરીકે કામ કરતાં હતાં. તાલુકા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૧૦)
(2:42 PM IST)










