<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટીમાં ૩૦ વર્ષિય અજીતસિંહ જાડેજાનો ફાંસો ખાઇ આપઘાત

 

રાજકોટ તા. ૨૦: મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી-૧૫માં રહેતાં અજીતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૩૦) નામના યુવાને સવારે ઘરના ઉપરના માળે પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અજીતસિંહ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેના લગ્ન થઇ ગયા હતાં.  તે છુટક બાંધકામનું કામ કરતાં હતાં. હાલમાં કામ બરાબર ચાલતું નહોતું. નાનો ભાઇ ઉપરના માળે જતાં તેને ઘટનાની જાણ થતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

(2:41 PM IST)