તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
મેડીકલનું પ્રવેશ દ્વાર પ્રિમિયર સ્કુલઃ નીટના પરિણામમાં ઝળહળતા તેજસ્વી તારલાઓઃ ૬૦૦ થી વધુ ગુણ મેળવતા ૭ વિદ્યાર્થીઓ
માત્ર ૨૪૪ ૫૫૦થી વધુ ગુણ મેળવતા ૨૮ છાત્રો તો અધધધ ૫૦૦ થી વધુ ગુણ મેળવતા ૬૯ છાત્રોઃ નેહા દેશાઇ, મનન જોશી, નિરવ બદાણી, મુકેશ તિવારીના માગદર્શનમાં શ્રેષ્ઠ પરિણામ

રાજકોટ તા.૨૦: ‘‘લર્નર ટૂડે લિડેર્સ ટુમોરો'' ના સ્લોગન સાથે ચાલતી સ્કૂલ અવ્વલ નંબરનું પરિણામ આપ્યું છે. આ સંસ્થાના નેહા દેસાઈ, ડો. મનન જોષી, નીરવ બદાણી, મુકેશ તિવારીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં મેડિકલ પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પ્રિમિયર સ્કૂલ પોતાના વિસ્ફોટક પરિણામ થી ગુજરાત તથા સૌરાષ્ટ્રને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે.
નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માં સૌરાષ્ટ્રમાં સતત ૯ વર્ષ થી અગ્રેસર રહેતી પ્રિમિયર સ્કૂલ આ વર્ષે સૌથી અઘરા પેપરમાં પણ શાળાએ પોતાનો દબદબો જાળવી રાખેલ છે. જેમાં સિદ્ધ વોરા ૬૪૬ માર્કસ સાથે પ્રથમ છે. માત્ર ૨૪૪ વિદ્યાર્થીમાંથી ૬૦૦ માર્કસથી વધુ ૭ વિદ્યાર્થીઓ, ૫૫૦ માર્કસ થી કે તેથી વધુ ૨૮ વિદ્યાર્થીઓ, ૫૦૦ માર્કસ કે તેથી વધુ ૬૯ વિદ્યાર્થીઓએ માર્કસ મેળવેલ છે.
શાળામાં ધોરણ ૧૦ માં પણ છેલ્લા આઠ વર્ષ થી પ્રિમિયર સ્કુલનું સતત ૧૦૦% પરિણામ આવી રહ્યું છે. શાળાના ધોરણ ૬ થી ૧૨ વિદ્યાર્થીઓ દરેક સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે PRL ઓલ્મપીયાડમાં વિદ્યાર્થીઓ નેશનલ લેવલે હંમેશા પ્રથમ કે ટોપ ટેનમાં સ્થાન મેળવેલ છે. શાળામાં ધોરણ ૬ થી જ સાયન્સ ફાઉન્ડેશનનો પાયો રોપવામાં આવે છે જેમા સાયન્સ અને મેથ્સ માટે વધારે તૈયારી કરવામાં આવે છે. જેને લીધે વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ માં લેવાતી જેઈઈ અને નીટ જેવી કારકિર્દી લક્ષી પરીક્ષામાં સારા ગુણ સાથે ઉત્તિર્ણ થાય છે.
શાળામાં પ્રથમ આવતો વિદ્યાર્થી સિદ્ધ વોરા ૬૪૬ ગુણ મેળવી ઓલ ઈન્ડિયા ટોપ ૧૦૦ માં સ્થાન મેળવેલ છે. તેમના પિતા ડો. વિમલ વોરા સદભાવના હોસ્પિટલમાં એમ.ડી. મેડિસીન તરીકે કાર્યરત છે. તેના પગલે સિદ્ધ પણ કાર્ડીયોલોજીસ્ટ બનવાની ઈચ્છા ધરાવે છે. પ્રિમિયર સ્કૂલ હર હંમેશની જેમ આ વર્ષે પણ અગ્રેસર સ્થાન સાથે રિઝલ્ટ આપેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહત્તમ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. માં એડમીશન મેળવશે.
નીટ પરીક્ષા એક ટેસ્ટ મેચ જેવી છે જે સતત ૨ વર્ષ મહેનત વિદ્યાર્થીઓ પાસે માંગી લ્યે છે જેમાં સ્કુલની પણ મહત્વની ભુમિકા હોય છે. આ બે વર્ષ દરમ્યાન બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોસ્તાહિત કરી અને ઉત્કળષ્ઠ પરિણામ મેળવે છે. પ્રિમિયર સ્કૂલ ના વિદ્યાર્થીઓએ નીટ ના પરિણામમાં ૭૨૦ માથી ઉચ્ચ ગુણ મેળવીને દર વર્ષે સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ સુનિヘતિ કરી ડોક્ટર બનવાનું સપનું સાકાર કર્યું છે.
શાળામાં નીટ અને જેઈઈની તૈયારીઓ શાળાના રેગ્યુલર ટિચીંગ સાથે જ ગોઠવાયેલ છે. જેમાં વિદ્યાર્થીઓ જેઈઈ અને નીટની તૈયારી માટે નેશનલ લેવલે સ્થાન મેળવે તે પ્રકારની તૈયારીઓ મોડયુલથી એસાઈનમેન્ટ, ડીપીપી શીટ, વીકલી ટેસ્ટ, રેગ્યુલર ડાઉટ સોલવિંગ સેસન્સ, પેપર ડિસ્કશન સાથે જેઈઈ અને નીટની પરીક્ષાઓની જ પદ્ધતિ મુજબ શાળામાં જ તૈયારીઓ કરાવે છે.
પ્રિમિયર સ્કૂલના સંચાલક અને વિદ્યાર્થીઓ કુનેહ પારખનાર નેહા દેસાઈ, ડો.મનન જોષી, નીરવ બદાણી, મુકેશ તિવારી એ પ્રિમિયર સ્કૂલમાં મર્યાદિત વિદ્યાર્થીઓ અને કોર મેનેજમેન્ટ ગ્રુપ ના શિક્ષકો દ્વારા મર્યાદિત સમયમાં સિલેબસ પૂર્ણ કરી સાથે રીવિઝન સ્કેડયુલ, ટેસ્ટ સીરીઝ, ઉત્કળષ્ટ તાલીમ સાથે વિદ્યાર્થી કેન્દ્રિત મેથોડોલોજી થકી બાળકોને માનસીક રીતે અઘરા પેપરમાં પણ શ્રેષ્ઠ પરીણામ મેળવવા માટે ફાઈનલ પરીક્ષાના છેલ્લા દિવસ સુધી તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના શ્રેષ્ઠતમ પરિણામ છેલ્લા ઘણા વર્ષોથી આપી રહી છે અને આપતી રહેશે એવા ધ્યેય સાથે આગેકૂચ કરી રહી છે.
(2:29 PM IST)










