<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

યોગ-ભારતની પવિત્ર ધરતી પર ઉદ્‌ભવેલી વિશ્વને આરોગ્‍ય અને શાંતિ આપતી પરંપરા

અષ્ટાંગ યોગથી સમાધિ સુધીની સફર આ વર્ષે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ‘‘યોગા ફોર વન અર્થ વન હેલ્‍થ''ની થીમ પર રાખવામાં આવેલ છે

રાજકોટઃ વિશ્વભરમાં આજે ઉજવાતા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની પળષ્ઠભૂમિ ખૂબ જ ગૌરવપૂર્ણ છે. યોગ એ ભારતની પવિત્ર ધરતી પર જન્‍મેલી એક એવી વિદ્યા છે જે શરીર, મન અને આત્‍માને સુખ, શાંતિ અને સમતોલતામાં જાળવી રાખે છે. યોગનો ઉદ્ભવ વેદ કાળથી પણ અગાઉનો છે. ઋગ્‍વેદ, ઉપનિષદો અને મહાભારત જેવા ગ્રંથોમાં યોગના સ્‍વરૂપોનો ઉલ્લેખ જોવા મળે છે. યોગ શબ્‍દનું મૂળ યુજ શબ્‍દમાંથી આવ્‍યું છે, જેનો અર્થ છે જોડાણ આત્‍માનું પરમાત્‍મા સાથેનું મિલન જે અષ્ટાંગ યોગથી સમાધિ સુધીની સફર.

યોગના પ્રથમ ગુરુ હિરણ્‍યગર્ભથી પતંજલિ સુધી

હિરણ્‍યગર્ભ  દેવી ભાગવત અને અન્‍ય ગ્રંથોમાં ‘પ્રથમ યોગી' તરીકે ઓળખાય છે. શિવજી        નટરાજ સ્‍વરૂપે ‘આદિ યોગી' કહેવાય છે. તાંત્રિક યોગ પરંપરા શિવથી શરૂ થાય છે. પતંજલિ મુનિ  યોગને પ્રથમવાર શાષાીય રીતે સંસ્‍થિત કરનાર ‘‘યોગસૂત્ર'' લખ્‍યાં (આશરે ૨૦૦ ઈ.પુ.). સંસ્‍કળતમાં લખાયેલ યોગસૂત્રોના રચયિતા મહાન ઋષિ પતંજલિ મુનિ યોગના સંસ્‍થાપક ગણાય છે. તેમણે યોગને શાષાીય રીતે વ્‍યક્‍ત કર્યું અને ચિત્તવળતિ નિરોધ તરીકે તેની વ્‍યાખ્‍યા આપી. તેમણે અષ્ટાંગ યોગ તરીકે ઓળખાતા યોગના આઠ પગથિયાં એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રતિહાર, ધારણા, ધ્‍યાન અને સમાધિ દ્વારા જીવનમાં સામ્‍ય સ્‍થાપવાની પધ્‍ધતિ રજૂ કરી. ભગવદ્‌ ગીતા માં પણ શ્રીકળષ્‍ણે યોગના ત્રિવિધ માર્ગ - કર્મ યોગ (કર્તવ્‍યમા નિયમિત થવું), ભક્‍તિ યોગ (ઈશ્વરમા સંપુર્ણ સમર્પણ) અને જ્ઞાન યોગ (આત્‍મજ્ઞાન દ્વારા મુક્‍તિ)  નું માર્ગદર્શન આપ્‍યું છે, જે આજે પણ માનવી માટે પ્રેરણાદાયક છે.

આધુનિક યુગમાં યોગનો પુનર્જાગરણ

સ્‍વામી વિવેકાનંદઃ પાヘાત્‍ય દુનિયામાં યોગને લોકપ્રિય બનાવ્‍યો. પરમહંસ યોગાનંદઃ Autobiography of a Yogi દ્વારા આધ્‍યાત્‍મિક યોગને પ?મિમાં પહોંચાડ્‍યો. પતંજલિ યોગપીઠ બાબા રામદેવજીએ યોગને લોકોના ઘરો સુધી પહોંચાડ્‍યો. યોગ એ ભારતની ભૂમિ પરથી જન્‍મેલું વૈશ્વિક આશીર્વાદ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની સ્‍થાપનાઃ

ભારતનો વૈશ્વિક સંદેશ

વિશ્વ સમીક્ષે યોગના મહત્ત્વને ઉજાગર કરવા માટે ભારતના વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘમાં ૨૧ જૂનને ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ' તરીકે ઘોષિત કરવાની વિનંતી કરી. તેઓએ એમ પણ કહ્યું  યોગ એ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્‍ય ભેટ છે. યોગ મન અને શરીર, વિચાર અને ક્રિયાની એકતાની મૂર્તિ બનાવે છે. તે તમારી જાત, જગત અને પ્રકળતિ સાથે જોડાવાનો માર્ગ છે. આ પ્રસ્‍તાવને વિશ્વના રેકોર્ડબ્રેક ૧૭૫ દેશોએ સમર્થન આપ્‍યું જે ભારત માટે ગૌરવની વાત બની હતી. ૨૧ જૂનને યોગ દિવસ તરીકે પસંદ કરવાની પાછળનું કારણ એ છે કે આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે (ગ્રીષ્‍મ સંક્રાંતિ), જે યોગના આધ્‍યાત્‍મિક ઉદ્યમ માટે ઉત્તમ સમય માનવામાં આવે છે.

આ વર્ષે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની થીમ

આ વર્ષે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ  “Yoga for One Earth, One Health” ની થીમ પર રાખવામાં આવેલ છે, જેને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજી દ્વારા ‘‘મન કી બાત''માં જાહેર કરવામાં આવ્‍યું હતું. "Yoga for One Earth, One Health" - શું વિશેષ છે? માનવી  પળથ્‍વી = એકસાથે દૈનિક આરોગ્‍ય

આ થિમ દર્શાવે છે કે વ્‍યક્‍તિગત સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણનું સ્‍વાસ્‍થ્‍ય એકબીજાથી ગાઢ રીતે જોડાયેલું છે. યોગ ફક્‍ત શરીરથી નહિ, પરંતુ માનસિક, ભાવનાત્‍મક અને પર્યાવરણીય સ્‍વાસ્‍થ્‍ય માટે પણ લાભદાયક છે.

યોગના લાભો

યોગ સ્‍વાસ્‍થ્‍ય માટે અનેક સ્‍તરે લાભદાયક છે. શ્વાસ-પ્રશ્વાસની નિયંત્રણ પદ્ધતિથી તનાવમાં રાહત, શરીરના અંગો અને માયાંશના સંતુલનથી તંદુરસ્‍તી, ધ્‍યાન અને ધ્‍યાનથી મનની એકાગ્રતા, હાર્ટ, બ્‍લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોમાં મદદરૂપ બને છે.

આધ્‍યાત્‍મિક ઊંચાઇ માટેનો માર્ગ

આપણે સૌએ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ. જેવો આપણે દૈનિક ભોજન કરીએ છીએ, તેમ યોગ પણ રોજ કરવો જોઈએ. યોગ દ્વારા ન માત્ર શરીર તંદુરસ્‍ત રહે છે, પરંતુ મન અને વિચારશક્‍તિ પણ ઊર્જાવાન બને છે. આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના પવિત્ર અવસરે સૌને યોગ માટે પ્રેરણા મળે એજ સહુને શુભેચ્‍છા.

આલેખનઃ

અરૂણ નિર્મળ

પ્રેસ મીડિયા અગ્રણી,

રાજકોટ જિલ્લા ભાજપ,

(મો.૯૮૨૪૪૧૬૬૩૯)

(4:21 PM IST)