તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિજયભાઈ દરેક કાર્યકરને માન આપતાઃ કૌશીક ચાવડા
લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રીની ખોટ રાજકોટને જીવનભર સાલશે

રાજકોટઃ સદ્ગત વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી એ હજુ માનવામાં આવતું નથી. પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરનો ખૂબ વિકાસ કર્યો છે.
ભાજપ વોર્ડ નં.૭ના પૂર્વ પ્રમુખ કૌશીકભાઈ ચાવડા (મો.૯૮૨૪૨ ૧૧૦૧૧) જણાવે છે કે વિજયભાઈએ ખૂબ સંઘર્ષ કર્યો છે. ભાજપ પક્ષને આગળ વધારવા સતત પ્રયત્નશીલ રહેતા. તેઓ નાનામાં નાના કાર્યકરને માનથી બોલાવતા. ખબરઅંતર પુછી અને કંઈ કામ હોય તો કહેવા પણ જણાવતા.
પક્ષમાં કંઈ રીતે કામ કરવું સહિતનું માર્ગદર્શન આપતા હતા. નાનામાં નાના કાર્યકર આમંત્રણ આપે તો જરૂર તેને ત્યાં હાજરી આપતા. આમ, જીવનમાં પૂરી કરી ન શકાય તેવી ખોટ પડી છે. તેમ અંતમાં કૌશીકભાઈ ચાવડાએ જણાવ્યું છે
(2:58 PM IST)










