તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિજયભાઇ રૂપાણી સાથે રામભાઇ મોકરીયાની ‘પુરાની યાદે...'

રાજકોટ : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત અનેક યાત્રિકોના મૃત્યુ થતા ઘેરો શોક છવાયો છે. મુખ્યમંત્રીપદે કાર્યરત રહીને વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. ત્યારે રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પણ વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરીને વિજયભાઇ રૂપાણી સાથેની ‘પુરાની યાદો' શેર કરી છે. ઉપરની પ્રથમ તસ્વીરમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓલ ગુજરાત બ્રાહ્મણ બિઝનેશ સમિટ યોજાઇ હતી. જેમાં વિજયભાઇ રૂપાણીનું સન્માન પુષ્પ મોમેન્ટો આપીને સન્માન રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે સન્માન કરાયુ હતું. તે નજરે પડે છે. નીચેની બીજી તસ્વીરમાં રાજકોટના રેસકોર્ષ ખાતે કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા ‘પૂ. ભાઇશ્રી' ના વ્યાસાસને આયોજીત ‘ભાગવત કે રામ' શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રામભાઇ મોકરીયાનાં આમંત્રણને માન આપીને વિજયભાઇ રૂપાણી, વાસણભાઇ આહિર, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને કથા શ્રવણ તથા આરતીનો લાભ લીધો હતો. નીચેની તસ્વીરમાં વિજયભાઇ રૂપાણી અને નિતીનભાઇ પટેલ સાથે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા નજરે પડે છે.
(1:01 PM IST)










