<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ત્રણ બહેનના એક જ ભાઇ ઇન્‍ટિરીયર ડિઝાઇનર વૈભવ કડછીએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

જીવરાજ પાર્ક પાસે શીવ ટાઉનશીપમાં બનાવઃ આધારસ્‍તંભના પગલાથી પરિવારમાં અરેરાટી : બહારથી આંટો મારી ઘરે આવ્‍યા બાદ પગલુઃ બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં: કારણ અકળ

 

 

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ પાસે આવેલી શીવ ટાઉનશીપમાં રહેતાં ઇન્‍ટીરીયર ડિઝાઇનર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. યુવાન પરિવારનો આધારસ્‍તંભ અને ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો.

જાણવા મળ્‍યા મુજબ શીવ ટાઉનશીપમાં રહેતો વૈભવભાઇ છગનભાઇ કડછી (ઉ.વ.૩૧) સવારે દસેક વાગ્‍યે ઘરેથી બહાર આટો મારવા ગયા બાદ પાન-ફાકી ખાઇને પરત આવી ઉપરના રૂમમાં ગયો હતો. મોડે સુધી  તે નીચે નહિ આવતાં તેના માતા વિજયાબેન ઉપર જોવા જતાં રૂમનો દરવાજો લોક કર્યા વગરનો જ હોઇ ધક્કો મારીને જોતાં અંદર વૈભવ લટકતો મળતાં દેકારો મચી ગયો હતો. પરિવારના બીજા સભ્‍યો દોડી આવ્‍યા હતાં અને વૈભવભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહે જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પીએસઆઇ એમ. એસ. પારઘી, એએસઆઇ દિનેશભાઇ જોષી, કિરીટભાઇ રામાવત, રજાકભાઇ દલ સહિતે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર વૈભવભાઇ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને ઘરે બેઠા પત્‍નિ સાથે ઇન્‍ટિરીયર ડિઝાઇનર તરીકે કામ કરતો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. વૈભવભાઇએ પંખામાં ચાદર બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૦)

(2:58 PM IST)