<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

હત્‍યાની કોશિષ, મારામારીના ગુનાઓમાં સામેલ રૈયાધારનો યશ ઉર્ફ હાંડો પાસામાં ધકેલાયો

યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ડોડીયા, જગમાલભાઇ ખટાણા સહિતની ટીમે વોરન્‍ટ બજવણી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ તા. ૧૮: અલગ અલગુ ગુનાઓમાં સામેલ શખ્‍સોને પાસા તળે જેલમાં ધકેલી દેવાની પોલીસ કમિશનરની ઝુંબેશ આગળ વધી છે. મારામારીના ગંભીર ગુનાઓમાં સામેલ રૈયાધાર મફતીયાપરામાં દશામાના મંદિર પાસે રહેતાં ભવદીપ ઉર્ફ યશ ઉર્ફ હાંડો પરેશભાઇ ડાભીને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે.

આ શખ્‍સને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત  જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તેને મંજુર કરી હતી. ભવદીપ ઉર્ફ યશ ઉર્ફ હાંડો ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસમાં હત્‍યાની કોશિષના બે ગુના તથા મારામારીના અન્‍ય બે ગુનાઓમાં સંડોવાયેલો હતો.

યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, સિધ્‍ધરાજસિંહ ચુડાસમા, હેડકોન્‍સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, હરેશભાઇ સારદીયા, જેન્‍તીભાઇ રાઠોડ, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલે વોરન્‍ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

(4:05 PM IST)