<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રૈયા રોડ સુભાષનગરમાં ૩૨ વર્ષના સાહિલ ડાંગશીયાનું હૃદય બેસી ગયું

યુવાન ફ્રુટના હોલસેલ વેપારી હતાં: પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવારમાં માતમ

 

રાજકોટ તા. ૧૮: હૃદય રોગનો હુમલો વધુ એક યુવાન માટે જીવલેણ સાબીત થયો હતો. રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતાં ૩૨ વર્ષના યુવાનનું હૃદય બેસી જતાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

સુભાષનગર-૯માં રહેતાં સાહિલભાઇ સલીમભાઇ ડાંગશીયા (ઉ.વ.૩૨) નામના યુવાનને રાતે સુતા બાદ સવારે મોડે સુધી નહિ જાગતાં પરિવારજનો જગાડવા જતાં તે બેભાન જેવી હાલતમાં જણાતાં તુરત જ સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ તેનું મૃત્‍યુ નિપજતાં હોસ્‍પિટલ મારફત ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર સાહિલભાઇ એક બહેનથી મોટા હતાં અને તેને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તે ફ્રુટનો હોલસેલ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.  હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(4:10 PM IST)