<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રાજકોટ જીલ્લાની યોગશીબીર હવે લોધીકાને બદલે કાલાવડ રોડ પર ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં યોજાશે

ગાંધીનગર DD0 સાથે વીસીઃ અધિકારીઓ વિદ્યાર્થી સહિત ૧ હજાર લોકો ૨૧મીએ યોગ કરશે

રાજકોટ તા. ૧૮: વરસાદી માહોલને ધ્‍યાને લઈને ૧૧માં ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ'' ની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના અઘ્‍યક્ષસ્‍થાને ક્‍લેક્‍ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જે અન્‍વયે આગામી તા.૨૧ જૂનના રોજ રાજકોટ જિલ્લામાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્‍પોર્ટ સંકુલ ખાતે થવાની હતી, પરંતુ વરસાદી સ્‍થિતિને ધ્‍યાને રાખીને હવે જિલ્લા કક્ષાની ઉજવણી કાલાવાડ રોડ ખાતેના મલ્‍ટી પર્પઝ સ્‍પોર્ટ્‍સ સંકુલ, રાજકોટ ખાતે કરવામાં આવશે.

       આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યક્રમની રૂપરેખા જણાવીને સ્‍થળની બેઠક વ્‍યવસ્‍થા, પોલીસ બંદોબસ્‍ત, પરિવહન - ર્પાકિંગ વ્‍યવસ્‍થા, મેડિકલ વ્‍યવસ્‍થા, લાઈવ પ્રસારણ, પ્રચાર - પ્રસાર, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા જાળવવા સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્‍તળત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્‍યું હતું. તેમજ સંબંધિત અધિકારીઓને સ્‍થળ મુલાકાત કરીને નક્કર આયોજન કરવા જણાવ્‍યું હતું. તેમજ વધુમાં વધુ લોકોને સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત જીવન શૈલી માટે યોગના મહત્‍વને સમજીને કાર્યક્રમમાં સહભાગી થવા અને પોતાના ઘરે પણ યોગા કરીને યોગાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક ક્‍લેક્‍ટર શ્રી એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ.કે.વસ્‍તાણી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ યોગ શીબીરમાં રાજકોટ જીલ્લાના કલેકટર DD0  સહિત તમામ અધીકારીઓ -વિદ્યાર્થીઓ સહિત કુલ ૧ હજાર લોકો સવારે ૭ વાગ્‍યે યોગ કરશે. 

(4:10 PM IST)