તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
મારા જીવનનો એ યાદગાર પ્રસંગ હું ક્યારેય ભૂલી ન શકુઃ મયુર શાહ

રાજકોટઃ જૈન અગ્રણી મયુરભાઈ શાહે જણાવ્યું હતુ કે મારા માર્ગદર્શક મોટાભાઈ સમાન, મારા સુખ દુઃખના સાથી અને મને અને મારા પરિવારને હંમેશા હુંફ આપનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક અવસાનથી મારા જીવનમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. મારા જીવનનો એક યાદગાર પ્રસંગ કે હું ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારા ધર્મ પત્નીની ખબર કાઢવા મારા નિવાસસ્થાને અંજલી ભાભી સાથે આવેલ અને અમોને હુંફ આપેલ જે અમારા માટે એક ગૌરવની ક્ષણ હતી. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શીઘ્ર મોક્ષ ગતિ સાથે પરમ શાંતિ આપે એજ પ્રાર્થના
(3:24 PM IST)










