<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રાજકોટમાં પોણો ઈંચઃ સવારથી ધાબડીયુ વાતાવરણ

ગઈકાલે આખો દિવસ ઝરમર વરસ્‍યો, સાંજના થોડા સમય માટે જોર વધી ગયું હતું: આજે ધોધમાર વરસશે?

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર-ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે અને વધુ ભાગોમાં આગળ વધી રહ્યું છે. દેધનાધન વરસી રહ્યા છે. તો રાજકોટમાં પણ વરસાદનું આગમન તો થઈ ચૂક્‍યું છે પણ હજુ જોઈએ એટલા મોંઘેરા મહેમાન મનમુકીને વરસ્‍યા નહી.

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. ગઈકાલે પણ છવાયેલા વાદળો વચ્‍ચે આખો દિવસ ઝરમર ચાલુ રહ્યો છે. થોડીવાર બંધ થયા બાદ ફરી ઝરમર ચાલુ રહેલ. તો સાંજના સમયે એકાએક વરસાદનું જોર વધી ગયું હતું. એવું લાગતું હતું કે તૂટી પડશે. પરંતુ થોડીવારમાં જોર ઓછુ થઈ ગયું હતું. હવામાન ખાતામાં આજે સવારે નોંધાયેલ આંકડા મુજબ ગઈકાલ સવારે ૮ થી આજે સવારે ૮ વાગ્‍યા સુધીમાં ૨૪ કલાકમાં ૧૬.૯ મી.મી. વરસાદ નોંધાયો છે. ભેજનું પ્રમાણ ૯૭ ટકા છે. આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. મેઘરાજા મનમુકીને વરસે તેવુ શહેરીજનો ઈચ્‍છી રહ્યા છે.

(2:38 PM IST)