<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

સૌરાષ્‍ટ્ર પ્રો ટી-૨૦ લીગઃ ડબલ હેડરના મેચમાં કચ્‍છ રાઈડર્સે ગોહિલવાડ ટાઈટન્‍સને હરાવ્‍યું

દિતા ગોહિલવાડે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૧ રન બનાવ્‍યા, કચ્‍છ રાઈડર્સે ૮ ઓવરમાં ૬૧/૦ રન કર્યાઃ વરસાદનું વિઘનઃ ડીએલએસ પધ્‍ધતીથી કચ્‍છની ૩ રનથી જીત

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર પ્રો ટી-૨૦ લીગમાં ડબલ હેડર મેચમાં વરસાદના વિઘનવાળા મેચમાં કચ્‍છ રાઈડર્સે ગોહીલવાડ ટાઈટન્‍સને હરાવ્‍યું છે.

સૌરાષ્‍ટ્ર પ્રો ટી૨૦ લીગ - ૨૦૨૫માં જેએમડી કચ્‍છ રાઇડર્સ વિરુદ્ધ દિતા ગોહિલવાડ ટાઇટન્‍સ જેએમડી કચ્‍છ રાઇડર્સ વિરુદ્ધ દિતા ગોહિલવાડ ટાઇટન્‍સ વચ્‍ચે ડબલ હેડરનો પહેલો મેચ નિરંજન શાહ સ્‍ટેડિયમ ખાતે રમાયો. જેએમડી કચ્‍છ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્‍ડિંગ કરવાનો નિર્ણય લીધો. દિતા ગોહિલવાડ ટાઇટન્‍સે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્‍યા.

હેત્‍વિક કોટકે ૪૦ બોલમાં ૩ ચોગ્‍ગા અને ૨ છગ્‍ગા સાથે અણનમ ૪૮ રન બનાવ્‍યા. એજાઝ કોઠારિયાએ ૨૬ બોલમાં ૫ ચોગ્‍ગા અને ૨ છગ્‍ગા સાથે ૪૨ રન બનાવ્‍યા. રુચિત આહિરે ૨૫ બોલમાં ૪ ચોગ્‍ગા અને ૨ છગ્‍ગા સાથે ૩૯ રન બનાવ્‍યા. લકીરાજ વાઘેલાએ ૧૦ બોલમાં ૧ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગા સાથે ૨૮ રન બનાવ્‍યા. પાર્થ ભુટ્ટે ૨ વિકેટ લીધી. દેવાંગ કરમટા, ધ્રુવમ પટેલ અને અર્થ યાદવે ૧-૧ વિકેટ લીધી.

જેએમડી કચ્‍છ રાઇડર્સે ૮ ઓવરમાં કોઈ નુકસાન વિના ૬૧ રન બનાવ્‍યા. કળષ્‍ણકાંત પાઠકે ૨૭ બોલમાં ૭ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગા સાથે અણનમ ૪૬ રન બનાવ્‍યા. સમર્થ વ્‍યાસે ૨૧ બોલમાં એક છગ્‍ગા સાથે અણનમ ૧૪ રન બનાવ્‍યા. વરસાદને કારણે મેચ બંધ કરવામાં આવી હતી. મેચ ૮ ઓવરમાં ઘટાડી દેવામાં આવી. જેએમડી કચ્‍છ રાઇડર્સે ડીએલએસ પદ્ધતિ મુજબ ૩ રનથી મેચ જીતી હતી.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનના શ્રી સુરુ દોશીએ પ્રેઝન્‍ટેશનમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્‍વ કર્યું. સૌથી વધુ ચોગ્‍ગા ફટકારનાર કળષ્‍ણકાંત પાઠકને એવોર્ડ એનાયત કરવામાં આવેલ. જેએમડી કચ્‍છ રાઇડર્સના શ્રી રાજીવ શેઠે કળષ્‍ણકાંત પાઠકને પ્‍લેયર ઓફ ધ મેચ એનાયત કર્યો હતો.

(2:29 PM IST)