<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વિજયભાઇ હંમેશા પ્રખર રાષ્‍ટ્રવાદી રહ્યાઃ યશવંત જનાણી

રાજકોટ તા.૧૭: સોૈરાષ્‍ટ્ર વિદ્યાર્થી ઉત્‍કર્ષ સમાજના સ્‍થાપક ટ્રસ્‍ટી અને સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને શોકાંજલિ અર્પણ કરતા જણાવેલ કે, વિમાની દુર્ઘટનામાં એક સમકાલીન વિદ્યાર્થી પ્રવૃતિના સાથીદાર અને એક સમયના નવ નિર્માણ આંદોલનના મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર સાથી કાર્યકર્તા ગુમાવેલ છે.

તેમની રાજકીય યાત્રા વિદ્યાર્થી કાર્યકરથી મુખ્‍યમંત્રી સુધીની કલ્‍પના બહારની છે. આજ બતાવે છે કે ભાજપ નવા નેતૃત્‍વને કેટલુ મહત્‍વ આપે છે. તેઓ હંમેશા પ્રખર રાષ્‍ટ્રવાદી રહ્યા અને દેશનું પક્ષનું હિતને ધ્‍યાનમાં રાખી કામ કરતા રહ્યા. તેમના જવાથી અંગત રીતે એક સાથી કાર્યકર્તા ગુમાવ્‍યાની લાગણી થાય છે. તેમ અંતમાં યશવંત જનાણીએ જણાવ્‍યું છે.(

(4:23 PM IST)