<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વિજયભાઈને સ્‍વાતંત્ર્ય સેનાની પરિવારની શ્રદ્ધાંજલી

રાજકોટઃ શ્રી વિજયભાઈ રૂપાણી સ્‍વાતંત્ર્ય સેનાની પરિવાર પ્રત્‍યે વિશેષ લાગણી ધરાવતા હતા. તેઓના મુખ્‍યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભરના જિલ્લાઓ/તાલુકાઓ સુધી પરિપત્ર કરીને સ્‍વાતંત્ર્ય સેનાની પરિવારને વિશેષ સ્‍થાનસન્‍માન આપવા અને તેઓના પ્રશ્‍નો આધિકારિક લેવલે તૂરંતમાં ઉકેલવા આગ્રહ રાખતા કાર્યક્રમમાં સ્‍વાતંત્ર્ય સેનાની અને તેમના પરિવારને વિશેષ હાજરી માટે નિમંત્રણ આપવાનો શીલશીલો ચાલુ કરવાનો યશ વિજયભાઈને આપી શકાય. વિજયભાઈની ખોટ કાયમ રહેશે. 

(3:46 PM IST)