તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
રાવળ દેવ સમાજ દ્વારા સ્વ. વિજયભાઇ રૂપાણીને ભાવસભર પુષ્પાંજલી

રાજકોટ : ગઇકાલે રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અંતિમયાત્રા નિકળી ત્યારે રાજકોટના રાજમાર્ગો શોકાતુર મેદનીથી ઉભરાયા હતા. સમસ્ત રાવળદેવ સમાજ ટ્રસ્ટના સભ્યોએ પુષ્પગુચ્છ હાથમાં લઇ વરસતા વરસાદ વચ્ચે વિજયભાઇની અંતિમયાત્રાની ભાવુક બનીને રાહ જોઇ હતી. જયારે અંતિમરથ નિકળ્યો ત્યારે તમામ સભ્યોએ પુષ્પ વર્ષા કરી વિજયભાઇને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
(3:45 PM IST)










