તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
રાષ્ટ્રીય અસ્મિતા સંઘ અને શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા કાલે વિરાણી હાઇસ્કુલમાં મહારકતદાન કેમ્પ

રાજકોટ તા. ૧૭ : રાષ્ટ્રીય અસ્મિતા સંઘ અને શા.વે. વિરાણી ટ્રસ્ટ હાઇસ્કુલ તેમજ શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે તા. ૧૮ ના બુધવારે મહારકતદાન શિબિરનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે સીવીલ હોસ્પિટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને જરૂરતમંદ દર્દીઓના લાભાર્થે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્થે આ સંગઠન દ્વારા પાંચમા રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
તા. ૧૮ ના બુધવારે સવારે ૮ થી ૪ સુધી શા.વે. વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ ખાતે યોજાનાર આ રકતદાન કેમ્પમાં વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરાઇ છે.
આ કેમ્પમાં રાષ્ટ્રીય અસ્મિતા સંઘની સાથે એલઆઇસી ઓફ ઇન્ડિયા, એસ.બી.આઇ. બેંક, રાજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, કેન્ગન વોટરનો પણ સહયોગ મળેલ છે.
રકતદાન કરનારને એસ.એસ. મેલ્ટોન થર્મોશ બોટલ, કોફી મગ, કિચેઇન, વૃક્ષ છોડ, સર્ટીફીકેટ સહીતના ઉપહાર અભાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પંકજભાઇ બકુત્રા, ઉદયભાઇ સબાડ, વિજયભાઇ ચાવડા, વિનયભાઇ જસાણી, ભરતભાઇ લાખીયા, રાજભાઇ સબાડ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૧૫)
(3:35 PM IST)










