News of Tuesday, 17th June 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ભવનોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કોલેજો બાદ અનુસ્નાતક કક્ષાના ભવનોમાં પણ પ્રવેશ ઓછા

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ૪૯ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી કોલેજોમાં નવા શૈક્ષણીક વર્ષનો શુભારંભ થયો છે.
ગુજરાત સરકારના ‘જિકાસ' દ્વારા કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવીછ ે. ગુજરાતની સરકારી યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં હજારો બેઠકો આવી છે. જયારે ખાનગી યુનિવર્સિટીઓમાં નિયત કરતા બમણી સંખ્યામાં પ્રવેશ કાર્ય થયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો-ભવનોમાં તા. ર૯ એપ્રિલથી તા. ૧૬ જુન સુધી ઉનાળુ વેકેશન હતું આજથી નવા વર્ષનો શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્નાતક બાદ અનુસ્નાતક કક્ષાએ પણ ભવનોમાં માંડ-માંડ ૧૦ ની સંખ્યા થઇ છે. ભવનોમાં ૩ તો કોઇ ભવનમાં ૮ છાત્રોએ પ્રવેશ લીધો છે.
(4:31 PM IST)










