તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
વિજયભાઇએ પાર્ટી અને સમાજ માટે અમુલ્ય યોગદાન આપ્યુ છેઃ પ્રવિણભાઇ માંકડીયા
પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલી અર્પતા ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય

રાજકોટ, તા.૧૭: ઉપલેટાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું છે કે તા.૧૨-૦૬-૨૦૨૫ ના રોજ થયેલ વિમાની દુર્ઘટના અંગે કોઈએ સ્વપ્ન પણ ન વિચાર્યું હોય પરંતુ. આ આકસ્મિક દુર્ઘટના થી સમગ્ર દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા છે.ᅠ આ દુર્ઘટનામાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત અનેક નિર્દોષ લોકોના પણ કરૂણ મળત્યુ થયા છે, જે અત્યંત દુઃખદ ઘટના છે. વિજયભાઈ રૂપાણીના આકસ્મિક અવસાનથી રૂપાણી પરિવારને એક મોભીની તેમજ ભારતીય જનતા પાર્ટીને એક લડાયક અને સંનિષ્ઠ નેતાની કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
સંધની વિચારધારા ને વરેલા અને નાના કાર્યકર્તાથી પોતાની રાજકિય કારકીર્દી શરૂ કરી ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા વિજયભાઈ રૂપાણીએ પાર્ટી માટે તેમજ સમાજ માટે તેમનું અમુલ્ય યોગદાન આપેલ છે જે ગુજરાતની પ્રજા કયારેય ભૂલશે નહી. સૌમ્ય અને સંવેદનશીલ વ્યકિતત્વ ધરાવતા વિજયભાઈએ અખિલ ભારતિય વિધાર્થી પરિષદમાં પણ કુશળ સંગઠક તરીકેની જવાબદારી ખુબજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પ્રવિણભાઇ માકડીયાએ વધુમાં જણાવ્યુ છે કે વિજયભાઈ રૂપાણી સાથે ઘણા લાંબા સમય સુધી પાર્ટીમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ જે મારા માટે પણ ખુબ જ પ્રેરણાદાયી અને ચિર સ્મરણીય બની રહેશે. રૂપાણી પરિવાર ઉપર આવી પડેલા દુઃખમા અમે પણ સહભાગી છીએ. વિજયભાઈના આત્માને ઈશ્વર મોક્ષ પ્રદાન કરે તેવી હૃદય પુર્વકની પ્રાથના... \
(4:26 PM IST)










