તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
વિજયભાઇ રૂપાણી સાથેના રામભાઇ મોકરીયાના સંસ્મરણો...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સ્વ. વિજયભાઇ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. પ્રથમ તસ્વીરમાં રાજકોટમાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને આયોજીત ‘‘ભાગવત કે રામ'' શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા તથા તેના પુત્ર મૌલિકભાઇ મોકરીયાએ આવકાર્યા હતા. આ તકે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, દેવાંગભાઇ માંકડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં વિજયભાઇ રૂપાણી સાથે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા અને શ્રી પંચનાથ હોસ્પિટલના દેવાંગભાઇ માંકડ નજરે પડે છે.
(2:38 PM IST)










