<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ચારિત્ર્ય વિશે ખોટી વાતો કરનારને ટપારતાં જામી પડીઃ ગુડીયાબેન અને સામે પક્ષે પ્‍યારેલાલ તથા પુત્ર ઘવાયા

આજી જીઆઇડીસી આનંદનગરમાં પડોશીઓ વચ્‍ચે પાઇપ-ધોકાથી ધમાલ

રાજકોટ તા. ૧૭: શહેરના આજી જીઆઇડીસી વિસ્‍તારમાં આવેલા આનંદનગરમાં રહેતાં પડોશીઓ વચ્‍ચે ચારિત્ર્ય બાબતે ખોટી વાતો કરવા મામલે બોલાચાલી બાદ ધોકા-પાઇપથી મારામારી થતાં એક મહિલા અને સામે પક્ષે પિતા-પુત્રને ઇજાઓ થતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ આનંદનગર-૨માં રહેતાં ગુડીયાબેન મૈનુદ્દીન ઇદ્રીશી (ઉ.વ.૪૦) પર રાતે નવેક વાગ્‍યે પડોશી પ્‍યારેલાલ અને તેના દિકરા ખુશ્‍બૂદ્દીને પાઇપથી હુમલો કરતાં તેણી લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. સામે પક્ષે પ્‍યારેલાલ કમરૂદ્દીન બાગવાન (ઉ.વ.૪૯) તથા તેનો પુત્ર ખુશ્‍બૂદ્દીન બાગવાન (ઉ.વ.૧૮) પણ પોતાના પર ગુડીયાબેનના પતિ મૈનુદિન તેમજ સલમાન સહિતે ધોકા-પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સારવાર માટે પહોંચતા હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ તથા શક્‍તિસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી.

ગુડીયાબેનના પુત્રએ કહ્યું હતું કે પડોશી ખુશ્‍બૂદ્દિન મારા મમ્‍મી વિશે ખોટી વાતો કરતો હતો. આથી મારા પપ્‍પાએ તેને ફોન કરીને પુછ્‍યું હતું કે તને મારા પત્‍નિ વિશે આવી ખોટી વાતો કોણ કહે છે? આથી તેણે તમે સાંજે રૂબરૂ આવજો એટલે કહીશ તેમ કહ્યું હતું. રાતે મારા પપ્‍પા, મમ્‍મી સહિતના પડોશી પ્‍યારેલાલના ઘર પાસે ગયા હતાં અને તમારો છોકરો ખુશ્‍બુદ્દિન ખોટી વાતો કરે છે તેમ કહેતાં આ બંને બાપ-દિકરો પાઇપથી તૂટી પડયા હતાં. સામે પ્‍યારેલાલે કહ્યું હતું કે સામાન્‍ય બોલાચાલી થતાં પડોશી મૈનુદ્દિન સહિતનાએ હુમલો કરી મને અને મારા પુત્રને માર માર્યો હતો. થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:34 PM IST)