<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મુંજકામાં આઇટી પ્રોફેશનલ યુવાન ધવલ ચોૈહાણને બેકરીવાળા પ્રશાંત ડાંગરે ફટકારી કોણી ભાંગી નાંખી

બેકરીની આઇટમ બને ત્‍યારે ધૂમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોઇ પ્રશાંતે વધુ એક બેકરી બનાવવા પ્‍લોટ લેતાં તેને રેસિડેન્‍સીયલ એરિયામાં બેકરી ન બનાવવા સમજાવતાં ઉશ્‍કેરાયોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૭: મુંજકા ગામે રહેતાં અને ઘર પાસે જ આઇટી પ્રોફેશનલ તરીકે ઓફિસમાં કામ કરતાં યુવાને બાજુમાં જ આવેલી બેકરીના સંચાલકને બેકરીમાં બનતી આઇટમને કારણે ધૂમાડા નીકળતાં હોઇ શ્વાસ લેવામાં તકલીફ થતી હોઇ આ બેકરી સંચાલકે સામેના ભાગે પણ નવો પ્‍લોટ લઇ ત્‍યાં પણ બેકરી બનાવવાની તૈયારી કરતાં તેને રેસિડેન્‍સીયલ વિસ્‍તારમાં બેકરી ન બનાવવા રજૂઆત કરતાં આ બાબતનો ખાર રાખી તેણે આ યુવાનને ગાળો દઇ ઢીકાપાટુનો બેફામ માર મારી જમીન પર પછાડી દેતાં તેની કોણી ભાંગી જતાં ઓપરેશન કરાવવું પડયું છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મુંજકા ગામમાં આત્‍મીય હોસ્‍ટેલ પાછળ રહેતાં અને આઇટી પ્રોફેશનલ તરીકે કામ કરતાં ધવલભાઇ નવીનચંદ્રભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) નામના યુવાનની ફરિયાદ પરથી પ્રશાંત ડાંગર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ધવલભાઇએ જણાવ્‍યું છે કે હું મારા ઘર પાસે ધંધાને લગતાં સોફટવેર બનાવવાની ઓફિસમાં બેસી કામ કરુ છું, મારી સાથે મારા માતા  તથા મોટા ભાઇ અને તેના પત્‍નિ તથા મારા બહેન રહે છે. સોમવારે હું મારી ઓફિસે હતો ત્‍યારે મારે રાજકોટ પીજીવીસીએલ ઓફિસમાં મારા મીટરના ફોટા વ્‍હોટ્‍સએપ કરવાના હોઇ સીડી ઉતરી ઓફિસના મીટર પાસે જતો હતો ત્‍યારે મારી બાજુમાં સ્‍વીટ ડિલાઇટ નામે બેકરી ધરાવતાં પ્રશાંત ડાંગર મારી પાસે આવ્‍યા હતાં. તે અહિ પાંચેક વર્ષથી બેકરી ચલાવે છે. તેણે મને ‘તું અહિ શું કરે છે?' કહી ગાળો દેતાં મેં તેને ગાળો ેવાની ના પાડતાં તેણે વધુ ગાળો દઇ મથે ઢીકાપાટુ માર્યા હતાં. તેમજ કાઠલો પકડી છાતીમાં ઢીકા માર્યા હતાં.

દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. મારી ઓફિસમાં કામ કરતાં વિવેક પાઘડાર પણ આવી જતાં મને વધુ મારથી છોડાવ્‍યો હતો. આ દરમિયાન જાણ થતાં મારા ભાભી, માતા સહિતના પણ આવી ગયા હતાં અને  ૧૦૮ બોલાવી મને સારવાર માટે ખસેડયો હતો. મને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. અહિ જમણા હાથની કોણીનું નિદાન થતાં તેમાં હાડકુ ભાંગી ગયું હોઇ ઓપરેશન કરાયું હતું.

આ માથાકુટનું કારણ એ છે કે મારી ઓફિસની બાજુમાં પ્રશાંત ડાંગર પાંચ વર્ષથી બેકરી ચલાવે છે. તેની બેકરીમાં બનતી વસ્‍તુને હિસાબે શ્વાસ લેવામાં આસપાસના માણસોને તકલીફ પડતી હોઇ  તેમજ પ્રશાંતે નવી બેકરી બનાવવા અમારી સામેના ભાગે પ્‍લોટ લઇ ત્‍યાં છાપણી કરતાં હોઇ જેથી અમે એનેકવાર રજૂઆત કરી હતી કે રેસીડેન્‍સીયલ એરીયામાં બેકરી ચાલુ ન કરો, બધાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આમ છતાં તે સમજ્‍યા નહોતાં. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી મને ગાળો દઇ બેફા માર મારી છાતીમાં ઢીકા મારી પછાડીદેતાં કોણી ભાંગી ગઇ હતી. તેમ વધુમાં ધવલભાઇ ચોૈહાણે કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ હિતેષભાઇ જોરૂભા જોગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:31 PM IST)