News of Monday, 16th June 2025
વન વર્લ્ડ પરિવાર સાથે પરિવારીક નાતો ધરાવતા વિજયભાઈને હનુમાન ચાલીસા, નવકારમંત્ર વિગેરે દ્વારા હૃદયાંજલી

વન વર્લ્ડ રેસિ.માં આવું ત્યારે પરિવારમાં આવ્યો હોય તેવું લાગે, તેવા શબ્દો જેમના ખરા હદયથી નીકળતા તેવા માજી મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી અને વન વર્લ્ડ પરિવાર વચ્ચેની આત્મીયતા ધ્યાને રાખી તમામ રહેવાસીઓ જેમાં A,B,C વિગના ભાઈઓ, બહેનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજકોટના વિકાસ પુરુષને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ. વન વર્લ્ડ રેસિ. મા કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે વિજયભાઈની અચૂક હાજરી રહેતી..વન વર્લ્ડ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શનિવારે પણ નવકાર મંત્ર, વિજયભાઈને પ્રિય એવા હનુમાન ચાલીસા પાઠ પણ યોજાયા હતા
(4:05 PM IST)










