તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
વિજયભાઇમાં કર્તવ્ય, મૂલ્યનિષ્ઠ સિધ્ધાંતો અને કોઠાસુઝનો ત્રિવેણીસંગમ વર્તાતો
અમદાવાદ પ્લેન ક્રેશના તમામ દિવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ : તેની સાથે પારિવારિક નાતો, કાયમી સંભારણું બની રહેશે.: જિલ્લા પંચાયત ભૂપત બોદર

રાજકોટઃ અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાના તમામ દિવંગતો ને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવેલ કે આ દુઃખદ ઘટનાના તમામ હતભાગીઓના આત્માને પ્રભુ ચીર શાંતી અર્પણ કરે. આ ગમખ્વાર ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું હોય સંવેદનશીલ નેતા એવા વિજયભાઇ રૂપાણીના આત્માને ભાવસભર ભાવાંજલિ પાઠવતારાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરાએ જણાવેલ કે વિજયભાઇએ રાજકોટને જ પોતાની કર્મભૂમિ બનાવેલ હતી.
ગુજરાતના તમામ જીલ્લા શહેરો, તાલુકા, ગામડાઓ ઉપર તેમની નજર કોઇપણ ખૂણે બનેલા રાજકીય બનાવ ઉપર હોય. દરેક બાબતોનું ચિંતન, મંથન, કરે એટલે જ કહેવાય છે. કે કાર્યકરોના નાડનો ધબકાર એટલે વિજયભાઇ રૂપાણી.
વિજયભાઇ રૂપાણી કર્તવ્ય,મૂલ્ય સિધ્ધાંતો તેમજ આગવી કોઠાસૂઝના ત્રિવેણી સંગમ હતા. ત્યારે પરમ મિત્ર એવા સ્વ.વિજયભાઇ રૂપાણીનું દરિયા જેવું નિખાલસ マદય, તેની સાથે પારિવારિક નાતો કાયમી સંભારણું બની રહેશે. તેમ અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાના તમામ દિવંગતો તથા વિજયભાઇ રૂપાણીના આત્માને ભાવસભર સ્મરણાંજલિ ગુણાંજલિ ભાવાંજલિ પાઠવતા અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદર એ જણાવેલ હતું. (૩.૧૬)
(3:38 PM IST)










