તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીને રાજકોટ યાર્ડ સાથે અનેરો નાતો હતો
રાજકોટ યાર્ડના ચેરમેન, ડિરેકટરો તથા સ્ટાફ દ્વારા ભાવભીની શ્રધ્ધાંજલી

રાજકોટ તા. ૧૬: રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આકસ્મિક વિદાયથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટના જાહેર જીવનને ન પૂરી શકાય તેવીછ ખોટ પડી છે. વિજયભાઇએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન પોતાના વતન રાજકોટને એઇમ્સ, અટલ સરોવર, અને ન્યુ રેષકોર્ષની ભેટ આપીને જનમાનસમાં ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાજકોટ માર્કેટયાર્ડ સાથે પણ વિજયભાઇ રૂપાણીને અનેરો નાતો રહ્યો હતો. હાલના નવા માર્કેટયાર્ડના લોકાર્પણ પ્રસંગે વિજયભાઇ રૂપાણી મહામંત્રીશ્રી પ્રદેશ ભાજપ તેમજ ધારાસભ્ય તરીકે હાજર રહ્યા હતા. તેમજ રાજયના પ૧માં વન મહોત્સવ પ્રસંગે પણ રાજકોટ માર્કેટયાર્ડમાં પધાર્યા હતા. ખેડૂતોના પ્રશ્ને કાયમ માટે હકારાત્મક અભિગમ ધરાવતા વિજયભાઇએ સૌરાષ્ટ્રમાં સૌની યોજના મારફત પાણી પહોંચાડવાનું કપરૂં કાર્ય આદર્યું હતું.
અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના હતભાગી દીવંગતોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજકોટ (રાજકોટ માર્કેટયાર્ડ)ના ચેરમેન, વાઇસ ચેરમેન બોર્ડ ઓફ ડીરેકટર તેમજ સેક્રેટરી સહિતના સ્ટાફે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
(4:46 PM IST)










