<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

રાજકોટ બાર એસો.ના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્‍ત રહેશે

પૂર્વ મુખ્‍યમંત્રી રૂપાણીની અંતિમવિધિ સંદર્ભે

રાજકોટ, તા.૧૬: રાજકોટ બાર એશોસીએશન દ્વારા આ સરકયુલર ઠરાવથી ઠરાવવામા આવે છે કે, -ગુજરાત રાજયના ભુતપુર્વ મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ બાર એશોસીએશનને ઘણા ઉપયોગી થયા હોય તેમજ તેમના મુખ્‍યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમ્‍યાન નવુ અધ્‍યતન કોર્ટ બીલ્‍ડીંગ રાજકોટ શહેરને મળેલ હોય તથા ગુજરાત રાજયના ભુતપુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતીમ યાત્રા તારીખ-૧૬/૦૬/૨૦૨૫ને સોમવારના રોજ રાજકોટ શહેરમાથી નીકળનાર હોય જે અન્‍વયે રાજકોટ શહેરના મોટા ભાગના રોડ-રસ્‍તાઓ બંધ રહેનાર હોય જેથી બહારગામથી આવતા વકીલશ્રીઓ તથા પક્ષકારોને હાલાકી ન પડે તે માટે તારીખ-૧૬/૦૬/૨૦૨૫ ને સોમવારના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનુ આ સરકયુલર ઠરાવથી ઠરાવવામા આવે છે તેમજ ન્‍યાયધીશ  કેસમા જે સ્‍ટેજ હોય તેની યથાવત પરીસ્‍થીતી જાળવી રાખવા રાજકોટ બાર એશોસીએશન દ્વારા વિનંતી કરવામા આવે છે. તેમ બાર એસો.ના ઉપપ્રમુખ સુમિત વોરાની યાદીમાં જણાવાયું છે.

(4:45 PM IST)