<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ડીસીપી રાજદીપસિંહ નકુમ અને બે પીઆઇ સહિત ત્રણ સામે ફોજદારી કેસ નોંધવા આદેશ

સુરતના કુ વિખ્‍યાત મનીષ કુકરી અને તેના સાથીદારોને કસ્‍ટડી માર મારવાની વાયરલ ઘટનાનો પડઘોઃ જ્‍યડિશયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ દ્વારા આદેશ અપાયા

રાજકોટ તા. ૧૬: સુરતમાં બે ડઝન જેટલા ગુન્‍હાઓના જેમના પર આરોપ છે, અને જેમની સામે બે વખત પાસાની કાર્યવાહી થયેલ છે તેવા કુ વિખ્‍યાત મનીષ કુકરી અને તેના સાગરીતોને sog ડીસીપી રાજદીપસિંહ નકુમ અને  વરાછા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અને સરથાણા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા પોલીસ કસ્‍ટડીમાં માર મારવાના વાયરલ અને ચકચારી મામલામાં અદાલત દ્વારા ફોજદારી ગુન્‍હો દાખલ કરવા હુકમ કર્યો છે.

પી. અત્રે એ યાદ રહે કે સુરતમાં મનીષ કુકરી તરીકે કુ વિખ્‍યાત મનીષ માંડણકા, મિતેષ દેસાઈ અને ચિરાગ બોરડા દ્વારા સુરતની જયુડીશ્‍યલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ કોર્ટમાં ફરિયાદ કરી હતી. (૧) આ કામના આરોપીઓ નં.(૧)ડી.સી.પી નકુમ સાહેબ, ડી.સી.બી પો.સ્‍ટે, (૨) પી.આઇ ગુજીયા સાહેબ વરાછા પો.સ્‍ટે, (૩) પી.આઇ પટેલ સાહેબ સરથાણા પો.સ્‍ટે.નાઓ વિરુદ્ધ બી.એન.એસ.એસ.ની કલમ-૨૨૭ મુજબ બી.એન.એસ.ની કલમ ૧૧૫, ૫૪ (ઇ.પી.કો.ની કલમ ૩૨૩,૧૧૪)હેઠળના ગુનાનો જવાબ દેવા સારૂ સમન્‍સ કરવાનો હુકમ કરવામાં આવે છે. (૨) સદર ફોજદારી ઇન્‍કવાયરી આથી નિકાલ કરવાનો હુકમ કરવામાં આવે છે અને સદરહુ ફોજદારી ઇન્‍કવાયરીને ફોજદારી કેસ તરીકે નોંધવાનો હુકમ કરવામાં આવે છે.

(2:53 PM IST)