તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
વિજયભાઇ રૂપાણીના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સહજ સમાજ સેવકની ખોટ ભાજપ અને ગુજરાતને પડીઃ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા સર્વ દિવંગતોને શ્રધ્ધાંજલિઃ જિલ્લા પંચાયત પરિવારઃ રાજકોટને એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપનાર વિજયભાઇ રૂપાણી સદૈવ રાજકોટની જનતાના હૃદયમાં રહેશેઃ રાજુભાઇ ડાંગર

રાજકોટ તા. ૧૬ :.. અમદાવાદ ખાતે થયેલ અત્યંત દુઃખદ વિમાન દૂર્ઘટનામાં હતભાગી દિવંગતો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે અત્યંત દુઃખદ વિમાન દુર્ઘટના ની કરૂણાંતિકા થી જનમાનસે ખૂબ જ આઘાત ની અનુભૂતિ કરી છે.
અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી પણ સ્વર્ગવાસી થયેલ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
વિજયભાઈ રૂપાણીએ બુથ લેવલ થી ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી સંભાળી રાજકોટના મેયર, પ્રદેશ ભાજપ મહામંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ,સંકલ્પ અમલીકરણના ચેરમેન,સરકારના ઙ્કવક્તા અને રાજ્યસભાના સાંસદ, અને રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી બન્યા અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ખરા અર્થમાં સંવેદનશીલ પ્રજાભિમુખ સરકારની ઓળખ ગુજરાતની જનતાને કરાવી હતી. સરળ સ્વભાવ અને કુશળ નેતળત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં ખરા અર્થમાં કોમનમેન સાબિત થયા હતા.
દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીના નિધન ના સમાચાર સાંભળી ગુજરાતભરમાં જયારે શોકનું મોજું પ્રસરી ગયું છે.
ર્ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અમદાવાદ પ્લેન દુર્ઘટનાના તમામ દિવંગતો ના આત્માને ચિર શાંતિ અર્પણ કરી પરમાત્માના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના સાથે શોકભરી શબ્દાંજલિ અર્પણ કરતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી જી કિયાડા,શાસક પક્ષ નેતા શ્રી સવિતાબેન ગોહેલ, દંડક વિરલભાઈ પનારા,તમામ સમિતિનાં ચેરમેનનો,તમામ સદસ્યો તથા જિલ્લા પંચાયત પરિવાર વતી અંતમાં જણાવેલ હતું. (પ-૧પ)
(11:56 AM IST)










