તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
પ્લેન દુર્ઘટનાના મૃતકો અને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રધ્ધાંજલીઃ શોકસભા

રાજકોટઃ પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ તેમની સાથે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામને શ્રધ્ધાજંલિ આપવા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ અધિકારીઓ, તબિબો, મેડિકલ સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ની ડોક્ટરો દ્વારા શોકસભા યોજાઇ હતી. જેમાં તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સિનીયર તબિબ ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દૂસરા, ડો. નથવાણી સહિતના તેમજ મેડિકલ કોલેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
(3:48 PM IST)










