તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
પ્લેન ક્રેશ ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી રૂપે આઇએમએ દ્વારા મેડિકલ કોલેજ ખાતે બ્લડડોનેશન કેમ્પ યોજાયો

રાજકોટઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની અત્યંત દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર હતભાગીઓ તેમજ પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આત્માની શાંતિ અર્થે રાજકોટ આઇએમએ દ્વારા રાજકોટ મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં તબિબો, મેડીકલ કોલેજના છાત્રોએ બપોર સુધીમાં ૧૬૦ બોટલ જેટલુ રક્ત એકત્ર કર્યુ હતું. સિવિલના દર્દીઓના લાભાર્થે આ રક્તદાન કરાયું હતું. આઇએમએના ડો. જયેશ ડોબરીયા, ડો. કૃપાલ પૂજારા સહિતના હાજર રહ્યા હતાં. પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ભોગ બનનાર તમામને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. (ફોટોઃ અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










