તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
ર૦-સીંગતેલમાં ૧૦ રૂા.નો ઉછાળો ઇરાક-ઇઝરાયેલ યુધ્ધના પગલે ખાદ્યતેલોના ભાવો સળગ્યા
ચાલુ સપ્તાહે કપાસીયા તેલમાં ૩પ થી ૪૦ રૂા. અને સીંગતેલમાં ૪પ રૂા. વધી ગયા

રાજકોટ, તા., ૧૪: ઇરાક અને ઇઝરાયેલના યુધ્ધના પગલે ખાદ્યતેલોના ભાવો સળગ્યા છે. કપાસીયા તેલમાં ર૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂા.નો ઉછાળો થયો છે.
ઇઝરાયલ અને ઇરાક વચ્ચે યુધ્ધના પગલે આયાતી તેલોની આવકમાં અસર થશે તેવા અહેવાલે કપાસીયા તેલમાં ર૦ રૂા.વધ્યા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૧૮૦ રૂા. હતા તે વધીને આજે ૧ર૦૦ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ ર૧ર૦ થી રર૭૦ રૂા. હતા તે વધીને ર૧૪૦ થી ર૧૯૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
કપાસીયા તેલની સાથે સીંગતેલમાં પણ ૧૦ રૂા.નો ભાવવધારો થયો છે. સીંગતેલ લુઝના ભાવ ૧૩૪૦ રૂા. હતા તે વધીને ૧૩પ૦ રૂા. અને સીંગતેલ નવા ટીનનો ભાવ ર૩૬૦ થી ૨૪૧૦ રૂા. હતા તે વધીને ર૩૭૦ થી ર૪ર૦ રૂા. થયા છે.
ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ડબ્બે ૪પ રૂા. અને કપાસીયા તેલમાં ૩પ થી ૪૦ રૂા.નો ભાવવધારો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ખાદ્યતેલોના ભાવો વધે તેવી શકયતા છે.
(4:09 PM IST)










