તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
કાયમી હૃદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહી પણ એક સંસ્થા હતાઃ મિલન કોઠારી

રાજકોટઃ વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા માટે હજુ મન તૈયાર જ થતું નથી પરંતુ કડવી વાસ્તવિકતા આપણી સામે જ છે. અડધી રાતના હોંકારા જેવા વિજયભાઈ આજે સ્વર્ગસ્થ બની ગયા છે.
હું તો એટલું કહીશ કે વિજયભાઈની ઓળખ કોઈ વ્યક્તિ તરીકે નહી પરંતુ એક સંસ્થા તરીકેની વધુ હતી. તેઓનું પોતાનું પુજિત રૂપાણી ટ્રસ્ટ તો હતું અને બાળકોની સેવા કરતા હતા પરંતુ બીજી અનેક એવી સંસ્થા હતી જેમાં વિજયભાઈએ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમ ટીમ જૈનમના મિલન કોઠારીએ જણાવ્યું હતું.
વિજયભાઈ એક અત્યંત ભલા, લાગણીશીલ, સંવેદનશીલ અને સેવાભાવી નેતા હતા.માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાતના લોકોની સ્મળતિ અને હૃદયમાં તેમનું સ્થાન સદૈવ રહેશે તેમને કદીયે ભૂલી શકશે નહિ. આજે વિજયભાઈ આપણી વચ્ચે સદેહે નથી રહ્યા પણ એમના જીવનની સુવાસ હંમેશા લોકોને પ્રેરણા પૂરી પડતી રહેશે.તેમ અંતમાં જણાવ્યું છે
(2:38 PM IST)










