તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
નવા થોરાળાની સર્વોદય સોસાયટીના જયંતિભાઇ પરમારનું હાર્ટએટેકથી મૃત્યુ
સવારે એકાએક બેભાન થઇ ગયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૧૪: નવા થોરાળાની સર્વોદય સોસાયટી-૨માં રહેતાં જયંતિભાઇ માવજીભાઇ પરમાર (ઉ.વ.૪૫) સવારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જયંતિભાઇ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં અને કારખાનામાં મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી.
(12:17 PM IST)










