News of Tuesday, 10th June 2025
ગોંડલ રોડ ચોકડી પાસે BAPSના પ્રેમવતી રેસ્ટોરન્ટને કલેકટરની શરતભંગની નોટીસઃ જૂલાઇમાં સૂનાવણી
સીટી પ્રાંત-રના રીપોર્ટ બાદ કાર્યવાહીઃ કૂલ ૧૦ હજાર ચો.મી. જમીનનો મામલો

રાજકોટ તા. ૧૦: ગોંડલ રોડ ચોકડી પાસે વાવડી નજીક આવેલ BAPA ની પ્રેમવતી રેસ્ટોરન્ટ દ્વારા ખૂલ્લેઆમ શરતભંગ થતો હોવાનો તાજેતરમાં સીટી પ્રાંત-ર અને આસિ. કલેકટર શ્રી મહેક જૈને કલેકટરને રીપોર્ટ પાઠવી દીધો હતો, આ રીપોર્ટના અભ્યાસ બાદ કલેકટર શ્રી પ્રભવ જોષીએ અક્ષર પુરૂષોતમ સંસ્થા BAPA ને શરતભંગ અંગે નોટીસ ફટકારી છે, ર દિ' પહેલા ફટકારેલ નોટીસમાં સૂનાવણી જૂલાઇના પહેલા વીકમાં રાખી હોવાનું કલેકટર તંત્રના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમવતી રેસ્ટોરન્ટને એટલે કે BAPA સંસ્થાને ઔદ્યોગિક હેતુ માટે અપાયેલ ૧૦ હજાર ચો.મી. જમીનમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ-ગાર્ડન બધું ઉભું કરી નાંખી ખુલ્લેઆમ શરતભંગ કર્યાનું બહાર આવ્યું હતું, આ પછી કલેકટરે હવે નોટીસ ફટકારી છે.
(4:12 PM IST)










