તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
શહેરમાં કોરોનાના સતત બીજા દી'એ ૯ કેસઃ કુલ ૮૬
આજે ૩ મહિલા, પ પુરૂષ તથા એક તરૂણ સંક્રમિતઃ જલારામ પ્લોટ, સત્યસાંઇ રોડ, ગાર્ડન સીટી, મવડી, બજરંગવાડી, શીતલપાર્ક, હાઉસીંગ સોસાયટી તથા જામનગર રોડ વિસ્તારના નાગરિકો ઝપટે રોક શકે તો રોક લો....

રાજકોટ, તા. ૭: શહેરમાં કોરોનાના કેસ જોવા મળી રહયા છે. જે હવે ટુંક સમયમાં ડબલ ડીઝીટમાં ફેરવાય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ૯ કેસ આવ્યા બાદ આજે વધુ ૯ કેસ નોંધાતા પોઝેટીવ કેસનો આંકડો ૮૬ પર પહોંચ્યો છે. સારવાર દરમિયાન ૩૭ દર્દીઓ સાજા થતાં તેઓને હોમ આઈસોલેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે હાલ ૪૯ દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
રાજકોટ શહેરમાં તા. ૧૯ મે થી શરૂ થયેલ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં આજે પણ વધુ ૯ કેસનો ઉમેરો જોવા મળ્યો હતો. આજે ૩સ્ત્રી અને પાંચ પુરુષ અને એક તરુણનો રિપોર્ટ પોઝેટીવ આવતા તેઓને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી છે.
આજે વોર્ડ નં. ૧૦, ૯, ૨, ૧, ૧૧, ૧૮ અને વોર્ડ નં. ૨ માં નવા કેસ નોંધાયા હતાં. જે પૈકી વોર્ડ નં. ૧૦માં જલારામ પ્લોટમાં આવેલસ્ત્રી દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી નાથદ્વારા હોવાનું તથા વોર્ડ નં. ૧ માં શિતલપાર્કમાં આવેલ પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું જાણવા મળેલ છે. આજે આવેલ તમામ કેસ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ આજે વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જલારામ પ્લોટ ૧માંથી ૫૬ વર્ષીયસ્ત્રી, સત્યસાંઈ રોડ પરથી ૬૦ વર્ષીય પુરુષ, ગાર્ડન સિટીમાંથી ૪૬ વર્ષીયસ્ત્રી, ગાર્ડન સિટીમાંથી ૨૦ વર્ષીયસ્ત્રી, મવડી ખાતેથી ૩૫ વર્ષીય પુરુષ, બજરંગવાડીમાંથી ૪૫ વર્ષીય પુરુષ, શીતલ પાર્કમાંથી ૨૭ વર્ષીય પુરુષ, હાઉસિંગ સોસાયટીમાંથી ૧૫ વર્ષીય પુરુષ, જામનગર રોડ પરથી ૨૭ વર્ષીય પુરુષ સહિત ૯ નવા કેસ નોંધાયા છે
(3:37 PM IST)










