તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
પૂ.વનિતાબાઇ મ.સ. આ.ઠા.ના સાનિધ્યમાં પંચ દિવસીય જ્ઞાન શિબિર સંપન્ન
સ્થા.જૈન મોટો સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટ કાલાવડ, પડધરી સહીતના ૪પ જિજ્ઞાસુઓએ વેકેશનનો સદપયોગ કર્યો

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પંડિત રત્ના પ્રવર્તીની ગુરુણી મૈયા પૂ.વનિતાબાઈ મ.સ.ની પાવન નિશ્રામાં રાજકોટ વિરાણી પૌષધશાળા ખાતે પંચ દિવસીય જ્ઞાન શિબિરનું આયોજન થયેલ.
રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા તથા ઉપ પ્રમુખ દિનેશભાઈ દોશીએ સંયુક્ત પણે જણાવ્યું કે પંડિત રત્ના પૂ.વનિતાજી મ.સ.,પૂ.હંસાજી મ.સ.,પૂ.ઉષાજી મ.સ., પૂ.ઈલાજી મ.સ., પૂ.જિનેશાજી મ.સ.,પૂ.બંસરીજી મ.સ.,પૂ.મુક્તિશીલાજી મ.સ.આદિ સતિવળંદે જૈન દર્શનના વિવિધ વિષયો સમ્યક્ દર્શન,માનવ ભવની દુર્લભતા,આત્મા માટે કલ્યાણકારી કાર્યો,છકાય,નવ તત્વ, સામાયિકનુ મહત્વ,ગણધર ભગવંતોની શંકાનું નિવારણ વગેરે બાબતો ખૂબ જ સરળ શૈલીમાં સમજાવેલ.
તા.૨ થી ૬ સવારના ૮.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી સૌ શિબીરાર્થીઓએ રુચિપૂર્વક જ્ઞાનાભ્યાસ કરેલ.
સેવાભાવી દિવ્યાબેન સંઘવી,હેમાબેન પટેલ,મનીષાબેન મહેતા ( જામનગર ) તથા મહિલા મંડળના બહેનો ડિમ્પલબેન, કીરણબેન,જીઞનાબેન વગેરે બહેનોની સેવા પ્રશંસનીય રહેલ તેમ સંઘની યાદીમાં જણાવાયું છે.
(2:41 PM IST)










