<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

રાજકોટ વિકાસની સાથેસાથે કલા અને સંસ્‍કળતિની વિરાસતને પણ સાચવી રહ્યું છેઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ

શહેરીજનોને ૫.૧૦ કરોડના ખર્ચે નિર્મિત ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ભેટ આપતા મુખ્‍યમંત્રી : મુખ્‍યમંત્રીશ્રીએ કલાકારો સાથે સીધો સંવાદ સાધ્‍યોઃ પેઈન્‍ટિંગ્‍સને રસપૂર્વક નિહાળીને કલાને બિરદાવીઃ પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યુ

રાજકોટ તા. ૭: - મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના હસ્‍તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫.૯૦ કરોડના ખર્ચે નિર્મિત ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના એક્‍ઝીબીશન હોલની તક્‍તીનું અનાવરણ કરીને લોકાર્પણ કરાયું હતું. 

આ તકે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે  કલાકારો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે વિકાસની સાથેラસાથે કલા અને સંસ્‍કળતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે. કળાના માધ્‍યમથી સમાજનું સાચું ચિત્રણ રજૂ કરવાની તાકાત કલાકારો પાસે છે. આ પ્રકારના  આયોજનને લઈને કલાકારોનો રાજીપો સંતોષપ્રદ છે.

આ સંવાદ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીને શહેરી વિકાસ દર્શાવતું પેઇન્‍ટિંગ આપીને તેમનું અભિવાદન કરાયું હતું. આ તકે વરિષ્ઠ કલાકારો શ્રી કિશોરભાઈ ત્રિવેદી, શ્રી ઉમેશભાઈ કયાડા, શ્રી મીતાબેન ભટ્ટ, શ્રી વિરેશભાઈ દેસાઈ અને શ્રી સુરેશભાઈ રાવલએ મુખ્‍યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં આર્ટ ગેલેરીનું પ્‍લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્‍ય સરકારનો આભાર માન્‍યો હતો. કળા ક્ષેત્રના વિદ્યાર્થી શ્રી શિવાંગીબેન હરખાણી સાથે વાત કરતા તેમણે પોતાના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાત અંગેના  સંસ્‍મરણો જણાવ્‍યા હતા. આ તકે વરિષ્ઠ કલાકારો, યુવા કલાકારો, કળા ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ ૫૨ જેટલા કલાકારો ઉપસ્‍થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન દિવ્‍યાબેન ઠાકરે કર્યુ હતું.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આર્ટ ગેલેરીના પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું હતું અને ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ ગેલેરીની મુલાકાત લઈને પ્રદર્શિત કરાયેલા પેઈન્‍ટિંગ્‍સ નિહાળીને કલાકારોની કલાને બિરદાવી હતી તેમજ ગેલેરીનું નિરીક્ષણ કરીને આવશ્‍યક સૂચનો આપ્‍યા હતાં.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાહ મેયર નયનાબેન પેઢડીયા, સાંસદો સર્વ પરસોત્તમભાઈ રુપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, અગ્રણીઓ રાજુભાઈ ધ્રુવ, ભરતભાઈ બોઘરા, માધવભાઈ ભટ્ટ, વિરેન્‍દ્રસિંહ ઝાલા, લીલુબેન જાદવ, મનીષભાઈ રાડિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.  તેમજ મ્‍યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા, જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. જગદીશ બાંગરવા,  ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૩૮.૨૮)

નવી અદ્યતન ગેલેરીમાં કઇ કઇ સુવિધાઓ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્‍યમાં રેસકોર્સ મેદાન ખાતે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી લગભગ ચારેક દસકા પૂર્વે બનાવવામાં આવી હતી. તે જ સ્‍થાને નવી નિર્માણ પામેલી સેન્‍ટ્રલી એ.સી. આર્ટ ગેલેરીમાં ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર ૫૦૮૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા, ફર્સ્‍ટ ફ્‌લોર પર બે ૨૦૦૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા તથા ૬૪૫ ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં કુલ ચાર એક્‍ઝીબીશન હોલ બનાવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, આર્ટ ગેલેરીમાં આકર્ષક લાઈટિંગ, ફાયર સિસ્‍ટમ, લિફ્‌ટ, સ્‍ટોર રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

(2:28 PM IST)