<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

શુક્ર-રવિના લીધે ઇદુલ અદહાનો બેવડો ઉત્‍સાહ

ગઇકાલે સાપ્તાહિક ઇદ મનાવ્‍યા પછી આજે ઇદના લીધે ઉપરાઉપરી ‘બબ્‍બેખુત્‍બા'ના મળેલા લાભથી ભારે ધમધમાટ

ઇદ મુબારક :  સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મુસ્‍લિમ સમાજ દ્વારા આજે ઇદુલ અઝહાની ઉજવણી પ્રસંગે સર્વત્ર નમાઝ પઢવામાં આવી હતી.આ પૈકી રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ પૌરાણિક શહેર ઇદગાહ ખાતે સવારના હજારો મુસ્‍લિમ બિરાદરોએ ઉમટી પડી ઇદની વિશેષ નમાઝ પઢી હતી. ઇદગાહ ઉપર નમાઝ પઢવાનું વિશેષ મહત્‍વ રહેલું હોય શહેરના દૂર દૂરના ત્‍થા આસપાસના ગ્રામ્‍યજનો પણ આવી પહોંચતા ઇદગાહ ચારે તરફથી નમાઝી લોકોથી ઘેરાઇ ગઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (પ-૧૪)

 રાજકોટ, તા.૭ : આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં  મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદુલ અદહા નો તહેવાર પરંપરા ગત રીતે ઉજવવામાં આવ્‍યો હતો. આ ઉજવણી ધર્મનિતિ અનુસાર ત્રણ દિ' રહેશે પરંતુ ગઇકાલે શુક્રવાર (સાપ્‍તાહિક ઇદ)  મનાવ્‍યા  પછી આજે ઇદ ઉજવાતા અને આવતીકાલે રવિવાર હોઇ આ વખતે આ ઇદનો ઉત્‍સાહ બેવડાઇ જવા પામ્‍યો છે.

અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે વિશેષ નમાઝ અને ખુત્‍બો (અરેબિક પઠન) રહેલ એજ રીતે આજે પણ આ પ્રક્રિયા ઇદની રહેલ હોઇ મુસ્‍લિમ સમાજમાં ઇદુલ અદહાનો ઉત્‍સાહ ચોતરફ છવાઇ જવા પામ્‍યો છે.

ઇસ્‍લામ ધર્મના મહાન પયગંબર અને ધર્મપિતા હઝરત ઇબ્રાહીમ (અલૈહીસ્‍સલામ) અને તેમના વ્‍હાલા પુત્ર હઝરત ઇસ્‍માઇલ (અલૈહીસ્‍સલામ) ની યાદમાં  ઇસ્‍લામ ધર્મના માહે ઝિલહજજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ ૧૦મા ચાંદે આજે મુસ્‍લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવી છે.

આ તહેવારના દિવસે મુસ્‍લિમ બિરાદરો દ્વારા ઇદગાહો અને જુદી જુદી મસ્‍જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી હતી.

ત્‍યારબાદ એક-બીજાને ગળે લગાડી ઇદની મુબારક બાદી પાઠવવામાં આવી છે. ઇદ-ઉલ-અઝહાના તહેવાર નિમિતે પોતાના મરહુમ સ્‍વજનોના માટે દુઆ કરવા મુસ્‍લિમ બિરાદરો કબ્રસ્‍તાનમાં જઇ સ્‍વજનોની કબરને ફુલ ચડાવી ફાતીહા પઢયા હતાં. ઇદના પર્વે ગરીબ, અનાથ, વિધવાઓને રોકડ, અન્‍ય વસ્‍તુઓનું દાન તેમના ઇદીના હકદાર નાના બાળકોને ઇદીરૂપે રોકડ આપી પુણ્‍યનું ભાથું બાંધ્‍યુ હતું.

ઝિલહજજ માસના પહેલા ચાંદથી નવ ચાંદ સુધીમાં ઘણાં મુસ્‍લિમ બિરાદરોએ નીફલ રોઝા પણ રાખ્‍યા હતાં. ઝિલહજજ માસમાં મકકામદીના શરીફમાં પવિત્ર હજયાત્રાએ પણ જવાનું મહત્‍વ રહેલું છે અને આ દિવસોમાં જ જ્જ કબૂલ થાય છે તેની ખુશીમાં પણ આ ઇદનો તહેવાર મનાવવામાં આવે છે.

આજે સવારે શહેર ઇદગાહ (ઢેબર રોડ) ઉપર મૌલાના પીર બબ્‍શ નકશબંદી ત્‍થા સદર ઇદગાહે હાફિઝ હાજી અકરમખાન પઠાણ, બાદલશાહપીર દરગાહની ઇદગાહે મૌલાના અનવરમીંયા અશરફી ત્‍થા રૈયા ઇદગાહે મૌલાના અ.રશીદ નૂરી એ ઇદની વિશેષ નમાઝ પઢાવી હતી.

રાજકોટની વિવિધ મસ્‍જીદોમાં (૧) ઘાંચી મસ્‍જીદ (સોનીબજાર) મૌલાના કારી તસ્‍લીમુદ્દીન અઝહરી (૨) સદર જામ્‍એ મસ્‍જીદમાં અઝહરૂદીનમીંયાબાપુ (૩) ગૈબનશાહ દરગાહમાં મૌલાના અબ્‍બાસઅલી રઝવી (૪) નવાબ મસ્‍જીદ (દાણાપીઠ)માં મૌલાના નાસિર હુસૈન  (૫) કરીમપુરા (હાથીખાના)માં  યાસીનબાપુ (૬) ફારૂકી મસ્‍જીદ (દુધની ડેરી)માં મૌલાના મો. જફર અઝહરી (૭) મદીના મસ્‍જીદ (લક્ષ્મીનગર)માં કારીમુશ્‍તાક અહેમદ અશરફી(૮) મસ્‍જીદે ગૌષીયા (રઝાનગર)માં મૌલાના ઉસ્‍માનગની અઝહરી (૯) માઉન્‍ટેડ મસ્‍જીદ (પોપટપરા)માં મૌલાના ફતીઉ રહેમાન (૧૦) નૂરાની મસ્‍જીદ (રઝાનગર) માં મૌલાના હાજી સાબિર હુસેન અઝહરી (૧૧) નગીના મસ્‍જીદ (દાણાપીઠ)માં મૌલાના બિલાલ અહેમદએ ઇદની નમાઝ પઢાવી હતી. જયારે (૧ર) ઝૂલેખાં નૂર મસ્‍જીદ (બાબરીયા કોલોની) માં મૌલાના મો. જાવેદ અખ્‍તર અઝહરી (૧૩) ઉસ્‍માની મસ્‍જીદ (બજરંગવાડી) માં મૌલાના જાબીરહુસૈન બરકાતી (૧૪) મસ્‍જીદે રઝા (નહેરૂનગર) માં મૌલાના સૈયદ હાજી મહેબુબમીયા કાદરી (૧૫) હુસેની મસ્‍જીદ (ભગવતીપરા) માં મૌલાના મો. નૈયર મુર્તુઝા નૂરી (૧૬) મતવા મસ્‍જીદ (સરધાર નાકા) માં  મૌલાના અબ્‍બાસ અહેમદ નૂરી (૧૭) નૂરે મુહંમદી મસ્‍જીદ (ઘાંચીવાડ) માં મૌલાના ઝફીરૂદદીન રઝવીની નેતાગીરીમાં મુસ્‍લિમ ભાઇઓએ નમાઝ પઢી હતી.

આ ઉપરાંત (૧૮) અલ-કા'બા મસ્‍જીદ (હાથીખાના) માં મૌલાના મુખ્‍તાર અહેમદ રઝવી (૧૯)  યતીમખાના (કરણપરા) માં મૌલાના મો. ફુરકાન રઝા   (ર૦) નૂરી મસ્‍જીદ (જામટાવર) માં મૌલાના સદ્દામહુસૈન (૨૧), સિદ્દીકી મસ્‍જીદમાં મૌલાના અલી અકબર અઝહરી (રર) ફાતેમા મસ્‍જીદ (ભગવતીપરા)માં મૌલાના મો. આદીલ (૨૩) મસ્‍જીદે આયેશા (હાઇવે) માં મૌલાના મો.બશીર નિઝામી (ર૪) શહેર જુમ્‍મા મસ્‍જીદમાં મૌલાના (રપ) મસ્‍જીદે હવ્‍વા (નહેરૂનગર) માં મૌલાના દિલમુહંમદ (૨૬) મસ્‍જીદે ગુલઝારે મુસ્‍તુફા (ગંજીવાડ) માં મૌલાના સૈયદ હાજી મુહંમદમીયા મટારી (૨૭) હૈદરી મસ્‍જીદ (ખોડીયાર પરા) માં મૌલાના સૈયદ નઝીર મિંયા (ર૮) સંજરી મસ્‍જીદ (પોલીસ હેડ કવાર્ટસ) માં મૌલાના બશીરૂદદીન (ર૯) ગુલઝારે મદીના મસ્‍જીદ (ભીસ્‍તીવાડ)માં સૈયદ ઇરફાનબાપુ (૩૦) ફાતેમા મસ્‍જીદ (ગોપાલનગર) માં  સૈયદ હાફિઝ મોહસીનમીંયા મટારી  (૩૧) મસ્‍જીદે નસીમ (અંકૂર સોસાયટી) માં મૌલાના સૈયદ વઝીરઅલીબાપુ (૩ર) મસ્‍જીદે મુસ્‍તુફા (રૂખડીયાપરા)માં હાફિઝ તાલીબુદદીન કદીરી (૩૩) મસ્‍જીદે રહેમાન (મોચીનગર) માં હાફીઝ સુફિયાન (૩૪) મસ્‍જીદે તસ્‍લીમ (ઘંટેશ્વર) માં મૌલાના ઇલિયાસ (૩૫) મસ્‍જીદે હસનૈન (ચામડીયાપરા)માં મૌલાના બશીરૂલ હકક નઇમી (૩૬) મસ્‍જીદે શહરબાનું (હાઇવે) માં મૌલાના અબ્‍દુર્રઝાક રઝવી ત્‍થા (૩૭) મસ્‍જીદે મહેબુબ (પોપટપરા)માં સૈયદ હાજી સિકંદરબાપુ અઝહરી (૩૮) અને રેલનગરની કાસિમ મસ્‍જીદમાં ત્‍યાંના મૌલાના સજ્‍જાદ હુસૈન એ ઇદની નમાઝ પઢાવી હતી.

 ગોંડલ હાઇવે ઉપર આવેલ કોઠારીયા વિસ્‍તારમાં મસ્‍જીદે નૂરી (નૂરાનીપરા) માં હાફિઝ ઉસ્‍માનખાન અને મસ્‍જીદે અહેમદ (રસૂલપરા)માં મૌલાના હાજી મો. દાનિશ આલમ તથા મોહંમદી બાગની મસ્‍જીદે મખ્‍દુમે અશરફમાં મૌલાના સૈયદ મો. અકીલમીંયા, મસ્‍જીદે માહિન (કોઠારીયા ગામ) માં મૌલાના સૈયદ અ. ગફફુરબાપુ મટારી અને વેરાવળ (શાપર) માં આવેલ મસ્‍જીદે ગૌષે આઁઝમમાં ત્‍યાંના મૌલાના દ્વારા ઇદની નમાઝ પઢવામાં આવી હતી.

ઇદના પવિત્ર દિવસે (ગંજીવાડા) માં ફાતેહ સૌરાષ્‍ટ્ર હઝરત મૌલાના મુહમ્‍મદ ઇસ્‍હાક હશમતી અને ફખ્રે્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહીર્રહમા) માટે ઇસાલે, સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલી અર્પીત કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગૈબનશાહ પીર અને મખ્‍દુમે સૌરાષ્‍ટ્ર હઝરત તુર્કીબાવા (અલૈહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્‍તાનોમાં શ્રાધ્‍ધતર્પણ માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં. આ ઉપરાંત રાજકોટ જીલ્લા જેલમાં મૌલાના સાહેબએ કેદી ભાઇઓને ઇદની નમાઝ પઢાવી હતી.

રાજકોટ શહેરમાં સવારે ૬.૩૦ થી ૮-૩૦ વાગ્‍યા સુધીમાં તમામ સ્‍થળએ ઇદની નમાઝ સંપન્ન થઇ હતી અને નૂરાની મસ્‍જીદ,  મસ્‍જીદમાં ઇદની નમાઝ બે તબકકે પઢવામાં આવી હતી.

(2:34 PM IST)