તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘‘એક પેડ માઁ કે નામ'' અભિયાનને વેગ આપવા વૃક્ષારોપણ કરીએઃ ચેતન રામાણી
વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણનુ જતન કરી સમાજની નૈતિક જવાબદારી નિભાવવી જોઇએ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ ખેડૂત નેતા શ્રી ચેતનભાઈ રામાણી સમગ્ર પ્રજાને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતી પર્યાવરણ વિશે જાગળતતા ફેલાવતા કહે છે કે છેલ્લા ૧૨ થી ૧૫ વર્ષમાં આશરે ૬૦૦૦ થી ૮૦૦૦ ચોરસ કિલોમીટર જંગલો ખતમ થઈ ગયા છે કુદરતી જંગલો ઝડપી સાફ થઈ રહ્યા છે અને સાથે સિમેન્ટના જંગલ નો ફેલાવો થઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખદ બાબત છે પણ જો એક વ્યક્તિ તેની આખી જિંદગીમાં એક વળક્ષ વાવે અને તેને સમયાંતરે ઉછેરે તો આવનારી પેઢીને તે ખરેખર સુધારી શકે ખાસ કરીને ખેડૂતોને પોતાની વાડીના શેઢા-પારે અથવા કોઈ પણ ખાલી જગ્યા નો સદુપયોગ કરી વળક્ષોનું પોતાની વાડીના શેઢા પર અથવા કોઈ પણ ખાલી જગ્યા સદુપયોગ કરી વળક્ષોનું વાવેતર કરવું તેમ જ ગ્લોબલ ર્વોમિંગને ધ્યાનમાં લઈને વક્રક્રાંતિ,જળક્રાંતિ, વાયુકાંતિ અને ભુક્રાંતી સાથે વળક્ષારોપણ કરવા રવા તેમજ આ તકે ગુજરાતના પનોતા પુત્ર આદરર્ણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્રારા ‘‘એક પેડ મા કે નામ'' અભીયાનને આપડે સૌ લોકો સાથે મળી આગળ ધપાવી પર્યાવરણના જતન કરવાની નૈતિક જવાબદારી નિભાવી એવી મારી નમ્ર અપીલ છે.
શ્રી રામાણીએ સાથોસાથ વધુમા જણાવ્યુ હતુ કે, રીડયુસ, રીયુઝ, રીસાઇકલ, રીફયુઝ જેવા નૈતીક મૂલ્યોને ધ્યાનમાં લઈ ઓછામાં ઓછા પ્રમાણમાં પ્રદુષણ થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે તેમ જ દરેકે ઇન્ડસ્ટ્રીયલ એરીયા તેમજ દરેકે ઇન્ડસ્ટ્રીયલીસટ એક સોસાયટીનો સુક્ષમ ભાગ હોવાથી તેમની આવકમાંથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના ર% ભાગમાંથી શકય હોય તેટલો ભાગ પર્યાવરણના જતન કરવામા વાપરે તો આવનાર વર્ષોમાં ભારત સોને કી ચીડિયાની સાથોસાથ ગ્રીન ઇન્ડિયા તરીકે ઓળખાય તો નવાઈ નહીં
(4:09 PM IST)










