તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 6th June 2025
રામકૃષ્ણ આશ્રમમાં અદ્યતન અતિથિ ભવનનું ખાતમુહૂર્ત
આજે સાંજે વિવેક હોલમાં કલકતાના સ્વામી દિવ્યાનંદજીનું જાહેર વ્યાખ્યાન

રાજકોટ : સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપવામાં આવેલા રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વર્ષોથી દેશ-વિદેશમાં શૈક્ષણિક, સેવાકીય અને આરોગ્ય લક્ષી અનેક પ્રવૃતિઓ થઈ રહી છે. રાજકોટ રામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ વિદ્યાર્થી કલ્યાણથી માંડીને આરોગ્ય અને કુદરતી આપત્તિઓ દરમિયાન જરૂરિયાતમંદોને રાહત સામગ્રી પહોંચાડવા સહિતના કાર્યો થઈ રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણનો લાભ લેવા તથા દ્વારકા, સોમનાથ અને ગિરનાર જેવા તીર્થસ્થળોની યાત્રા માટે આશ્રમમાં દેશ-વિદેશથી ભક્તો પધારતા રહે છે તથા આશ્રમમાં જ રહેવાનો આગ્રહ રાખે છે. જેથી આશ્રમમાં જ ‘મા શારદા અતિથિ ભવન'નું નિર્માણ હાથ ધરાયું છે. જેનું ખાતમુહૂર્ત સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂ. સ્વામી દિવ્યાનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા નિર્માણ પામી રહેલા આ ભવનમાં અંદાજિત પ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. દરમિયાન કોલકતાથી રાજકોટ પધારેલા સ્વામી દિવ્યાનંદજીનું જાહેર વ્યાખ્યાન આજે શુક્રવારે તા. ૬ ના આશ્રમના વિવેક હોલમાં સાંજે ૭.૪૫ વાગ્યે યોજાયું છે. આ કાર્યક્રમમાં સમસ્ત રાજકોટવાસીઓને પધારવા માટે જાહેર આમંત્રણ અપાયુ છે.
(2:47 PM IST)










