<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પોસ્‍ટ વિભાગે પર્યાવરણ દિવસ પર પ્‍લાસ્‍ટિક પ્રદુષણ ને માત આપો થીમ ઉપર ઝુંબેશ શરૂ કરી

પોસ્‍ટમાસ્‍ટર જનરલ કળષ્‍ણ કુમાર યાદવે ડાક કર્મચારીઓને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી

રાજકોટ, તા. ૬ : ડાક વિભાગના નેજા હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વળક્ષારોપણ અને જનજાગળતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું.

આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ પરિક્ષેત્રના પોસ્‍ટમાસ્‍ટર જનરલ શ્રી કળષ્‍ણ કુમાર યાદવે રાજકોટ મુખ્‍ય ડાકઘરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વળક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્‍યો. તેમણે જણાવ્‍યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્‍સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વળક્ષો વાવો અને તેને પરિવારના સભ્‍યની જેમ સાચવો.

પોસ્‍ટમાસ્‍ટર જનરલ શ્રી કળષ્‍ણ કુમાર યાદવે જણાવ્‍યું કે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ૅપ્‍લાસ્‍ટિક પ્રદૂષણને માત આપોૅ છે. આ થીમ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણના સંકટના ઉકેલને સમર્થન આપે છે અને લોકો, સમુદાયો અને સરકારોને સ્‍થિર અને ટકાઉ આચરણ અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરે છે. આ થીમ પ્‍લાસ્‍ટિક કચરાને ઘટાડવા અને સમાપ્ત કરવા માટે તાત્‍કાલિક પગલાં લેવા તરફ પણ અગ્રેસર છે.

પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડાએ જણાવ્‍યું કે પર્યાવરણ સંરક્ષણ માટે વળક્ષારોપણ કરવું આપણાં સૌનું દાયિત્‍વ છે. સિનિયર પોસ્‍ટમાસ્‍ટર શ્રી કે. એસ. શુક્‍લાએ જણાવ્‍યું કે વળક્ષ આપણને જીવન આપે છે, તેથી વળક્ષારોપણ સાથે સાથે તેમનું સંરક્ષણ પણ અત્‍યંત જરૂરી છે. સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કરે એક વ્‍યક્‍તિ, એક વળક્ષના નારા સાથે વળક્ષારોપણના મહત્‍વ પર પ્રકાશ પાડ્‍યો.

આ અવસરે પ્રવર ડાક અધિક્ષક  આર. આર. વીરડા, સિનિયર પોસ્‍ટમાસ્‍ટર  કે. એસ. શુક્‍લા, સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કર, રેલ ડાક સેવાના અધિક્ષક  અનિલકુમાર, રાજકોટ ફિલાટેલિક એસોસિયેશનના સચિવ  એચ. સી. મહેતા, રાજકોટ ફિલાટેલિક સોસાયટીના સચિવ  જિગ્નેશ શાહ, રાજેશ કોઠારી, સહાયક અધિક્ષક બી. કે. જીડ,  કે. જી. જસાની, ડાક નિરીક્ષક શ્રી જે. જે. ડાંગર, ડી. ડી. વાઘેલા, ભાવેશ કુબાવત, શ્રી કિશોર ભટ્ટી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

(2:37 PM IST)