તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
સ્ટર્લીંગ હોસ્પિટલ પાસેના હોકર્સ ઝોનમાં નોનવેજની રેકડીઓ ઘુસીઃ ધંધાર્થીઓ પરેશાન
મ્યુ. કમિશનરને પત્ર લખી આ રેકડીઓ દુર કરવા માંગ

રાજકોટઃ તા.૬: શહેરમાં મનપા દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર હોકર્સ ઝોન બનાવવામાં આવ્યા છે. ત્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્થિત સ્ટર્લીગ હોસ્પિટલ પાસેના હોકર્સ ઝોનમાં નોનવેજનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા કનડગત કરવામાં આવતી હોવાની અન્ય વેપારીઓ દ્વારા મ્યુ. કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં વેજીટેરીયન ફુડ વેંચતા વેપારીઓએ જણાવેલ કે, નોનવેજના કારણે અમારે ત્યાં ગ્રાહકોમાં ઘણો ઘટાડો થયો છે. અમારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત તેઓ દ્વારા ધમકાવી હોકર્સ ઝોનમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવે છે. ૨-૩ દિવસ અગાઉ અહી મારા મારીની ઘટના પણ બની હતી જે અંગે પોલીસ ફરિયાદ થયાનું પણ પત્રમાં જણાવાયુ છે.
પત્રના અંતમાં જણાવ્યા મુજબ આ જગ્યા વેજ હોકર્સ ઝોન હોવા છતા અહી નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત મનપાના અધિકારી દંડ ભરવા જઇએ તો તે સ્વીકારતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ નોનવેજની રેકડીઓ દુર કરવા તંત્રી પાસે માંગ કરવામાં આવી છે.
(3:02 PM IST)










