તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ભુપેન્દ્રભાઇ પટેલ કાલે રાજકોટમાં: રેસકોર્સ આર્ટ ગેલેરીની મુલાકાત લેશે
મનપાના રૂા. પ૬૪ર.ર૬ લાખના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશેઃ ભાજપ-કોંગ્રેસના તમામ નગર સેવકો સાથે મુલાકાત

રાજકોટ તા. પઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે રાજકોટ આવનાર છે. કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. જે પૈકી મનપા દ્વારા રેસકોર્સ ખાતે તૈયાર કરવામાં આવેલ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવાનું છે. ત્યારે મુખ્યમંત્રી હવે આવતી કાલે ૪-૩૦ વાગ્યે આર્ટ ગેલેરી ખાતે આવી તેનું લોકાર્પણ કરી આર્ટ ગેલેરીનું નિરિક્ષણ કરશે. તેમજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સમારંભ યોજી મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે રાજકોટ ખાતે મહાનગરપાલિકા સહિતના કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. મહાનગરપાલિકાનું રેસકોર્સ ખાતે તૈયાર થયેલ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન હોલનું લોકાર્પણ તેમજ મેટલીંગ કામ, ડ્રેનેજ લાઈન, સીસી રોડ, શાળા બિલ્ડીંગ, વોટર હાર્વેસ્ટીંગ, પમ્પીંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ સહિતના રૂૂપિયા ૫૦૫૧.૪૬ લાખના કામોનું ખાતમુહુર્ત કરશે.
નગરસેવકો સાથે મુલાકાત
રાજકોટ: આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અનેક વિભાગોના લોકાર્પણ અને ખાતમુર્હુત કરનાર છે. ત્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીકમાં હોવાથી કોર્પોરેટરોની મુલાકાત ગોઠવવામાં આવી છે. આથી તમામ ભાજપના ૬૮ કોર્પોરેટરોને રૂબરૂ મળશે જેમાં સાંજે ૬-૩૦ વાગ્યે વોર્ડ નં. ૧ થી ૯ ના કોર્પોરેટરો અને ૬-૩૦ થી ૭ દરમિયાન વોર્ડ નં. ૧૦ થી વોર્ડ નં. ૧૮ સુધીના તમામ કોર્પોરેટરોને મળી તેમને શીખ આપી તેમના સુચનો સાંભળશે.
(3:52 PM IST)










