<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રાજકોટ બનશે લીલુછમઃ મનપા ર.પ૦ લાખ વૃક્ષોનું કરશે વાવેતર

મનપા દ્વારા પ-મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી અંતર્ગત ‘એક પેડ માં કે નામ ર.૦' અભિયાન હેઠળ ૧૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ઝુંબેશનો શુભારંભ : શહેરમાં પર્યાવરણ જાળવણી/વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ભરતભાઇ સુરેજાને ‘પર્યાવરણ મિત્ર' એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો બજેટની જોગવાઇ મુજબ રાજકોટ શહેરના શિવ મંદિરોમાં બિલ્‍વ વૃક્ષોના વૃક્ષારોપણ માટે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે બિલ્‍વ વૃક્ષનું વાવેતર કરી શુભારંભ કરવામાં આવેલ

રાજકોટ, તા. પઃ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસનો હેતુ હવામાન પરિવર્તનના કારણે વધતા જતા પ્રદૂષણ સ્‍તર અને પર્યાવરણ માટેના જોખમ અંગે જાગળતિ ફેલાવવાનો છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ ૧૯૭૪માં કરવામાં આવી હતી, જેણે પર્યાવરણમાં સકારાત્‍મક પરિવર્તનની પ્રેરણા માટે વૈશ્વિક પ્‍લેટફોર્મ પૂરો પાડ્‍યો હતો. આ દિવસે, સરકાર, બિન-સરકારી સંસ્‍થાઓ (એન.જી.ઓ.) અને નાગરિકો પર્યાવરણને સુરક્ષિત રાખવાના મહત્‍વ અને પર્યાવરણ પર માનવ પ્રવળત્તિના પ્રભાવ વિશે જાગળતિ લાવવાનો પ્રયાસ કરે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ-મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી અંતર્ગત ‘એક પેડ માં કે નામ ૨.૦' અભિયાન હેઠળ, શહેરના વોર્ડ નં.૨ માં આવેલ રેસકોર્સ સંકુલ વિસ્‍તારમાં આવેલ કલ્‍પના ચાવલા મેમોરિયલ ગાર્ડનમાં તથા આજીડેમ સ્‍થિત ગાર્ડન સહિતના સ્‍થળે ૧૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ. સાથોસાથ રાજકોટ શહેરના શિવ મંદિરોમાં બિલ્‍વ વૃક્ષોનુ઼ વૃક્ષારોપણ માટે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે બિલ્‍વ વૃક્ષનું વૃક્ષારોપણ કરી શુભારંભ કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વળક્ષ રથદ્વારા શહેરીજનોને અંદાજે ૧૦,૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં એડવાન્‍સ મિલકત વેરો ભરપાઇ કરનાર દિવ્‍યાંગો તથા એક્‍સ સર્વિસમેનના નામે મિલકત હોય તેવા કરદાતાના નામે એક વળક્ષનું વાવેતર તથા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં રાજકોટ શહેરમાં જન્‍મ થતા બાળક/બાળકીના નામે એક વળક્ષનું વાવેતરનું આયોજન હોય, જે અંતર્ગત આ વર્ષે ૪૦,૦૦૦ વળક્ષો ટ્રી-ગાર્ડ સહિત વળક્ષારોપણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડકનો મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા,  વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, પરિમલભાઈ પરડવા, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, ભરતભાઈ શિંગાળા, વિજયભાઈ પાડલીયા, શિલ્‍પાબેન જાવિયા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન શ્રીમતી સોનલબેન સેલારા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ડો.અલ્‍પેશભાઈ મોરજરીયા, અલ્‍પાબેન દવે, ડો.દર્શનાબેન પંડયા, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન ફુગસીયા, અગ્રણી ઘનશ્‍યામભાઈ ફુગસિયા, રાજકોટ મહાનગરપાલિકાના ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, પી.એ ટુ કમિશનર અને ઈ.ચા. આસી. કમિશનર ડો. એન.કે.રામાનુજ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વિજયસિંહ તુવર, ઝૂ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ આર.કે.હીરપરા, ગાર્ડન શાખાના સુપરવાઈઝર તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરેલ જાહેરાતના અનુસંધાને શહેરમાં પર્યાવરણ જાળવણી/વળક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે તા.૫ જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસઙ્ખ નિમિત્તે પર્યાવરણ મિત્ર' એવોર્ડ આપવાનું નિર્ણય કરવામાં આવેલ હતો. જેના અનુસંધાને આજ તા.૦૫-૦૬-૨૦૨૫ના રોજ શહેરમાં પર્યાવરણ જાળવણી/વળક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શ્રી ભરતભાઈ સુરેજાને ‘વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ઉપસ્‍થિત પદાધિકારીઓ તથા મહાનુભાવોના વરદ્દ હસ્‍તે ‘પર્યાવરણ મિત્ર' એવોર્ડ એનાયત તથા શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ.

પક્ષી નિરીક્ષણ પરિચય શિબીર, નેચર એજયુકેશન કેમ્‍પ, સહિતની પર્યાવરણ જાગૃતિ પ્રવૃતિઓ કરી રહ્યા છે.

 

(3:51 PM IST)