<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ઘરફોડ ચોરીના ગુન્‍હામાં ર૬ વર્ષથી વોન્‍ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો

કોર્ટે કલમ-૭૦-૮ર મુજબ આરોપીને ફરારી જાહેર કર્યો'તો

રાજકોટ તા. પ :.. ઘરફોડ ચોરીના ગુન્‍હામાં ર૬ વર્ષથી વોન્‍ટેડ અને કોર્ટે ફરારી જાહેર કરેલ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍યના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશનના ઘરફોડ ચોરીના ગુન્‍હાના કામે આરોપી શિવપ્રકાર ઉર્ફે રજોલ લક્ષ્મીનારાયણ યાદવ (ઉ.વ.૪૩, રહે. ગામ ઇશ્વરીગંજ તાલુકા -સચેંડી જીલ્લો કાનપુર) ઉત્તર પ્રદેશ છેલ્લા છવ્‍વીસેક વર્ષથી નાસતો ફરતો હોય અને જેના વિરૂધ્‍ધમાં નામદાર કોર્ટ તરફથી સી. આર. પી. સી. કલમ ૭૦ તથા ૮ર મુજબનું વોરંટ ઇસ્‍યુ થયેલ હોય અને જે આરોપીને પકડી પાડવા સારૂં એલસીબી શાખાના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોડના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર આર. બી.  શાખાના પોલીસ ઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોડના પોલીસ સબ ઇ. આર. બી. બલદાણિયા સ્‍ટાફના એ. એસ. આઇ. નીશાજભાઇ અલીભાઇ તથા પો. કો. મહેન્‍દ્રસિંહ સોલંકી ત્‍થા પો. કો. અબ્‍બાસભાઇ ભારમલનાઓ સાથે ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્‍ટેલિજન્‍સની મદદથી આરોપીને જેતપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબ્‍જો જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે. 

(4:03 PM IST)