તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
તમે અમારા ઘરની પાસે તમારી બોલેરો કેમ પાર્ક કરો છો કહેતા રાજભા જાદવ પર પાડોશીનો હુમલો
ખોડીયારનગરમાં બનાવઃ પાડોશી ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ અને તેનો કોૈટુંબીકભાઇ વિજય ડાભી સામે માલવીયાનગરમાં ફરિયાદ

રાજકોટ તા.૫: દોઢ સો ફૂટ રોડ પર ગોવર્ધનચોક પાસે ખોડીયારનગરમાં રહેતા યુવાને તમે અમારા ઘરની પાસે તમારી બોલેરો ગાડી શું લેવા પાર્ક કરો છો અમને આવવા જવામાં તમારી ગાડી નડે છે. કહેવા જતા પાડોશી શખ્સ અને તેના કોૈટુંબીકભાઇએ લોખંડનું પાનુ ફટકારી ઢીકાપાટુનો મારમારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ખોડીયારનગર શેરી નં. ૧૭ માં રહેતા રાજભા અજીતસિંહ જાદવ (ઉ.વ.૩૧) એ માલવીયાનગર પોલીસ મથકમાં પાડોશી ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા અને કુંટુંબીભાઇ વિજય ડાભી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજભા એ ફરિયાદમાં જણાવ્યુ છે કે ગઇકાલે હું મારા ઘરની બહાર નીકળી મારા પત્ની કાજલબેનને તેડવા માટે જતો હતો તે દરમ્યાન હું મારા ઘરની બહાર મારું બાઇક ચાલુ કરતો હતો. ત્યારે પાડોશમાં રહેતા ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદે તેની બોલેરો ગાડી મારા ઘરની બહાર દરવાજા પાસે પાર્ક કરી હતી તેથી મેં તેને કહેલ કે તમે અમારા ઘરની પાસે તમારી બોલેરો ગાડી શું લેવા પાર્ક કરો છો અમને આવવા જવામાં તમારી ગાડી નડે છે. તેમ કહેતા ચંદ્રસિંહ ઉફે ગોવિંદે ઉશ્કેરાઇ જઇ ગાળો આપી કહેલ કે તારાથી જે થાય તે કરી લેજે મારી બોલેરો તો અહીયા જ રહેશે તેમ કહી બોલેરો માંથી લોખંડનું પાનુ લઇ આવી મને માથાના ભાગે બે ઘા મારી દીધા હતા જેથી હું નીચે પડી ગયો હતો દરમ્યાન તેનો કોૈટુંબીકભાઇ વિજય ડાભી આવીને મને કહેલ કે મારા ભાઇ સાથે કેમ ઝઘડો કરે છે. કહી તેણે મને ઢીકાપાટુનો મારમાર્યો હતો.
દેકારો બોલતા આસપાસના માણસો એકઠા થતા બંને શખ્સોએ આજે તો તુ બચી ગયો હવે પછી તુ ભેગો થઇશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ભાગી ગયા હતા બાદ મારા મામાનો દિકરો યુવરાજ રાઠોડ આવી જતા મને ગાડીમાં બેસાડી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે હેડકોન્સ કે.જી. ઝાલાએ તપાસ હાથધરી છે.
(3:20 PM IST)










