<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અખિલ હિન્‍દ મહિલા પરિષદ દ્વારા વળક્ષ પૂજન સાથે કરાયુ વળક્ષારોપણ

શહેરના એક આર્થિક પછાત વિસ્‍તારમાં જયાં એક સમયે ઉકરડો હતો ત્‍યાં પરિષદની બહેનોએ બનાવ્‍યુ નંદનવન

રાજકોટ : વિશ્વ પર્યાવરણદિનના અનુસંધાનમાં અખિલ હિન્‍દ મહિલા પરિષદ રાજકોટ શાખા દ્વારા રામનાથપરા શેરી શાળા ખાતે વળક્ષારોપણ અને વળક્ષ પૂજનના પ્રેરણાદાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વેદકાલીન વળક્ષ મહિમા અને પર્યાવરણ રક્ષાના મંગલમય મંત્રોના ઉચ્‍ચારણ સાથે વળક્ષ પૂજન કરી અને વળક્ષની જાળવણી અને સંવર્ધન કરવા અર્થે સંકલ્‍પના વ્‍યક્‍ત કરવામાં આવી હતી. આ તકે વધુ ઑક્‍સિજન આપે તેવા પ્‍લાન્‍ટ અને વળક્ષોનું  વાવેતર પણ કરવામાં આવ્‍યું હતું. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ  કુલપતિ અને વરિષ્‍ઠ ધારાશાષાી પ્રોફેસર કમલેશ જોષીપુરાના હસ્‍તે વળક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આર્થિક પછાત વિસ્‍તારમાં આ સ્‍થાને એક સમયે જાહેર કચરો નાખવાનું ઉજ્જડ સ્‍થળ હતું તે સ્‍થાન ઉપર મહિલા પરિષદની બહેનોએ મહિલા પરિષદના પ્રમુખ શ્રીમતી ભાવના જોશીપુરાની આગેવાની હેઠળની ટીમે સ્‍થાનિક શ્રમજીવી બહેનોના સહકાર સાથે વળક્ષોની વાવણીની શરૂઆત કરી અને ખૂબ જ કાળજીપૂર્વક તેનું સંવર્ધન કર્યું. આજે આ સ્‍થાન ખૂબ જ સરસ મજાનું નંદનવન બન્‍યું છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લીટલ રિસર્ચ ફાઉન્‍ડેશન, શ્રી વિકાસ ટ્રસ્‍ટ તેમજ પરિષદના વિવિધ સેવા પ્રકલ્‍પોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે પરિષદના મંત્રી શ્રીમતી પ્રવિણા પ્રશાંતકુમાર જોશી, પરિષદના વર્ષો જુના સેવાવ્રતી ભાઈશંકરભાઈ, મેડિકલ ઓફિસર ડો. મૌલિક ગણાત્રા અને ડો. કળપા રાબડીયા તેમજ પર્યાવરણ રક્ષામાં કાર્યરત અગ્રણી બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે પરિષદ દ્વારા સ્‍વૈચ્‍છિક સ્‍વાવલંબન પ્રવળત્તિના ભાગરૂપ દૂરના વિસ્‍તારમાં ચાલતા સ્‍વાવલંબન કેન્‍દ્રોના શેરી મહોલ્લાઓમાં વળક્ષોની હારમાળા કરી તેનું જતન કરવા આથે સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમનું આયોજન અખિલ હિન્‍દ મહિલા પરિષદ દ્વારા સ્‍વૈચ્‍છિક રીતે કાર્યરત ઈકો ફ્રેન્‍ડલી ક્‍લબ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ. 

(3:19 PM IST)