<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રાજમાર્ગો ઉપરથી મંજુરી વિનાના ૧૬૭૪ બોર્ડ- બેનર, ૫૬ રેકડી-કેબીન જપ્‍ત

વિવિધ વિસ્‍તારમાં નડતરરૂપ દબાણો હટાવતું મનપા તંત્રઃ ૪.૬૩ લાખનો વહીવટી ચાર્જ

રાજકોટ તા.પઃ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૧૫ દિ'માં દરમ્‍યાન કુલ ૫૬ રેંકડી, કેબીન અને૧૬૭૪  બોર્ડ, બેનરો જપ્ત કરેલ છે. તેમજ રૂ.૪,૬૩,૯૮૦ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ કરવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા તા.૧૬થી ૩૧મે સુધીમાં જ્‍યુબેલી મવડી બ્રિજનીચે રેલ્‍વે લાઈન, આનંદ બંગલા ચોક,રામનાથ પરા,કરણ્‍પાર્ક,રૈયા રોડ,નંદનવન પાર્ક,રવિવારી આજીડેમ,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્‍તા પર નડતરરૂપ ૫૬ રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જ્‍યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ, કળષ્‍ણનગર મે.રોડ, રૈયા રોડ,૧૫૦ ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્‍ય ૧૩૪૭ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જામનગર રોડ,લક્ષ્િમનગર, જ્‍યુબેલી,યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૩૧૦૨ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી  રૂ.૧,૦૫,૦૫૦,  મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ, અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૩,૫૮,૯૩૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

જામનગર રોડ,જલારામ ચોક,જંકશન પ્‍લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ, ૧૫૦ ફુટ રોડ,નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ કન્‍યા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક  પરથી મંજુરી વિનાના ૧૬૭૪  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:14 PM IST)