<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

FRC ચેરમેનની તાત્‍કાલિક નિમણુંક કરો : NSUI

 

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં રાજ્‍યમાં આવેલી સ્‍વનિર્ભર શાળાઓ માટે ફી નિર્ધારણ માટેની અને તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ખાસ જોગવાઈઓ કરવા માટે ગુજરાત સ્‍વનિર્ભર શાળાઓ (ફી નિયમન) વિધેયક, ૨૦૧૭ અમલમાં લાવવામાં આવેલ.  જેમાં ગુજરાત અલગ અલગ ચાર જોન માં કમિટીની રચના કરવામાં આવી હતી.  જેમાંથી હાલમાં રાજકોટમાં સ્‍થિત સૌરાષ્‍ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી. જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજીનામું આપી દેવામાં આવ્‍યાં બાદ છેલ્લા ૩ માસ થી મે મહિના સુધી ચેરમેનની નિમણુક ન થતા સૌરાષ્‍ટ્રની ૫૦૦૦ માંથી ૪૦૦ જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટકી પડયું છે. ટૂંક સમયમાં શાળાઓમાં નવું શૈક્ષણિક શત્ર શરૂ થશે અને ત્‍યાં સુધીમાં જો તે શાળાઓની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્‍કૂલ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવશે જેથી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે.  એનએસયુઆઇની માંગણી છે કે, રાજય સરકાર દ્વારા આ બાબતે ખાસ ધ્‍યાન આપી FRC ચેરમેનની તાત્‍કાલિક નિમણૂક કરવામાં આવે અન્‍યથા આગામી દિવસોમાં જો અમારી આ માંગણી ન સ્‍વીકારમાં આવે તો NSUI દ્વારા વાલી ઓને સાથે રાખી સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  પ્રસ્‍તુત તસ્‍વીરમાં નરેન્‍દ્ર સોલંકીની આગેવાનીમાં ડીઇઓને રજૂઆત કરવામાં આવી હતી તે નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:12 PM IST)