તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
આધાર કેન્દ્રોના બે ઓપરેટરોને ફરજ મુકત કરાયા
વોર્ડ નં.૩ અને ૧૬માં નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આધાર સેવાની કામગીરી બંધઃ મનપાની સતાવાર જાહેરાત

રાજકોટ તા.પઃ વોર્ડ નં.૩ તેમજ વોર્ડ નં.૧૬ના આધાર કેન્દ્રોના ઓપરેટરોને યુ.આઇ.ડી. વિભાગ દ્વારા ફરજ મોકુફ કરતા વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંને વોર્ડ ઓફિસ ખાતે આધાર સેવા બંધ રહેશે. તેમ મનપામાં ચુંટણીશાખાના મેનેજરે સતાવાર જણાવ્યું હતું.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ યુ.આઇ.ડી. આધાર કેન્દ્રની કામગીરીનું વિકેન્દ્રિકરણ કરતા તા.૧ એપ્રિલથી રાજકોટ મહાનગરપાલિકા કુલ ૧ થી ૧૮ વોર્ડ ઓફિસો ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે. આ વોર્ડ ઓફિસો ખાતેના આધાર કેન્દ્ર પૈકી વોર્ડ નં.૩ (આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ, રાજકોટ) તેમજ વોર્ડ નં.૧૬ (મેહુલનગર શેરી નંબર-૬) ખાતેના આધાર ઓપરેટરોને યુ.આઇ.ડી વિભાગ દ્વારા હાલ ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
આ બન્ને વોર્ડ ખાતેના આધાર કેન્દ્રની કામગીરી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા (નવા ઓપરેટરની કીટ કાર્યરત) ન થાય ત્યાં સુધીના સમય માટે બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા તેમજ આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ તેમજ લગત ઝોન ઓફીસ ખાતે આધારની કામગીરી મુલાકાત લેવા જાહેર જનતાને આથી અનુરોધ કરવામાં આવે છે.
(4:02 PM IST)










